

હરીન માત્રાવાડિયા, રાજકોટ : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Result 2020) જાહેર થયું છે. રાજકોટ જિલ્લા (Rajkot District)નું 79.14% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષે 79.59% પરિણઆમ આવ્યું હતું. આ વર્ષે 79.14 % પરિણામ થયું જાહેર થયું છે .A1 ગ્રેડમાં 108 અને A2 ગ્રેડમાં 1551 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સમગ્ર પરિણામ વચ્ચે રાજકોટના વિદ્યાર્થીઓ (Rajkot Students) ખૂબ કપરી પરિસ્થિતિ વચ્ચે સારું પરિણામ લઈ આવ્યા છે.


રાજકોટના માલવાહક રિક્ષાચાલકના પુત્રએ બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ઘરની ખૂબ સામાન્ય પરિસ્થિતિ હોવાથી પિતા રીક્ષા ચલાવે છે અને માતા પાપડ વણીને આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા અને મદદ કરે છે.


માતાપિતાની મદદથી અને દીકરાની અભ્યાસની ધગશને કારણે આજે પુત્ર દીપ હિંગરાજીયા બોર્ડ બીજા નંબર પર આવ્યો છે. પુત્રના સારા પરિણામથી આજે માત ની આંખોમાં આંસુ આવી ગયા હતા. પુત્રનું સીએ બનવાનું સપનું પૂરું કરવા માતાપિતા દિવસ અને રાત મહેનત કરી પુત્રને અભ્યાસ કરવામાં મદદરૂપ થતા હતા.


અથાગ પરિશ્રમનું ઉત્તમ પરિણામ જ પ્રાપ્ત થાય છે તે કહેવતને દીપે સાકાર કરી છે. દીપને અભ્યાસનો બધો આધાર સ્કૂલ શિક્ષકો પર જ રાખવો પડ્યો હતો અને આવા વાતાવરણમાં પણ દીપે 99.98 પીઆર મેળવ્યા છે.


જે રીતે રાજકોટ જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા ઊંચું આવ્યું છે ત્યારે અનેક વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવ્યા છે.