

તબીબી દુનિયામાં તમે અત્યાર સુધી અનેક કેસ સાંભળ્યા હશે, પરંતુ જે બાબત અમે તમને બતાવીએ તે ખૂબ જ આશ્ચર્યજનક છે. ગર્ભાવસ્થા દરમ્યાન તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે, પરંતુ આ કેસ એવો છે કે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યો હોય.


મહિલા એક રાતમાં જ ગર્ભવતી બની ગઈ અને તેની બીજા દિવસે સવારે જ ડિલીવરી થઇ ગઇ. તમને આ મજાક પણ લાગી શકે છે, પરંતુ આ એક છોકરી સાથે ખરેખર બન્યું છે. છોકરી પોતાને સમજી શકતી નથી કે તે આ કેવી રીતે થયું.


ખરેખર આ મામલો બ્રિટેનનો છે. જ્યા 19 વર્ષની એક છોકરી અચાનક જાગી ગઈ તો તેનું બેબી બમ્પ નીકળી ગયું અને 45 મિનિટની અંદર જ બાળકને જન્મ આપ્યો. એમ્મસલુઇસ લેગેટ નામની આ છોકરી એકદમ સામાન્ય હતી પરંતુ જ્યારે તે સવારે ઉઠી તો તેમનું પેટ બહાર નીકળી ગયુ હતુ.


આ જોઈને લેગેટ આશ્ચર્ય પામી અને તેની માતા અને દાદીને કહ્યું, તો તેણીની દાદીએ પુષ્ટિ કરી કે તેણી ગર્ભવતી છે. લેગેટને તેના પરિવારજનો તાત્કાલિક જ હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ કારમાં લેગેટે બાળકને જન્મ આપ્યો.


આ સમગ્ર કેસમાં 45 મિનિટનો સમયનો સમય પણ ન લાગ્યો, આ બધું એટલું ઝડપથી થયું કે લેગેટને ખાતરી પણ ન હતી. લેગેટ એ પણ જાણતી નથી કે તે અચાનક તેમને કેવી રીતે થયું. લેગેટને થોડા મહિનાથી પીરિયડ્સ આવી રહ્યું ન હતુ. લેગેટે વિચાર્યુ કે ગર્ભનિરોધક ગોળીઓ લેવાને કારણે સમયસર પીરિયડ આવ્યાં નથી.


આશ્ચર્યજનક વાત એ હતી કે લેગેટને ગર્ભાવસ્થા દરમિયાન આવી કોઈ સિમ્ટમ્સ ન આવી જેનાથી તેમને ખબર પડે કે તે પ્રેગનેન્ટ છે. તેથી લેગેટે ગર્ભ પરિક્ષણ ક્યારેય કરાવ્યું ન હતુ.