Sarman Ram, Gir-somnath: તાલાલાનાં ઉમરેઠી ગામના ખેડૂતની ભેંસના દૂધના સારા ફેટ આવી રહ્યા છે. સરેરાશ 14ની આસપાસ ફેટ આવી રહ્યા છે. એક લીટર દૂધ 100 રૂપિયાના ભાવે ડેરીમાં જઈ રહ્યુ છે. 5 જાન્યુઆરીના 17.5 ફેટ આવતા 131 રૂપિયા લીટરે મળ્યા હતા. 19 વર્ષની ભેંસને દિવસમાં બે વખત સૂકી જુવાર અને બે વખત મગફળીનો પાલો આપે છે. તેમજ પ્રોટીન પાવડર ખાણ સાથે આપે છે.