દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જીલ્લો કે, જે ગીરની પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતો છે. ગીરની પ્રખ્યાત કેરીની ખુશ્બૂ દેશ વિદેશમાં વખણાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરમાં બદલતા મોસમના મિજાજના કારણે કેસર કેરીના પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.