દીનેશ સોલંકી, ગીર સોમનાથ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યનું રાજકારણ ગરમાયુ છે અને આગામી 1 ડિસેમ્બરે પહેલા તબબકાનું મતદાન હાથ ધરાશે. ત્યારે અમે આપને આજે એક એવા મતદાતા સાથે રૂબરૂ કરાવી શું જે મતદાતા પોતાના મતાધિકારને લઈ વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. જ્યાં દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય છે. કેમ રાજ્યના નેતાઓની એક મત ઉપર નજર રહે છે. ભારતમાં લોકશાહી છે અને દરેક લોકોને લોકશાહીના ઢબે મતદાન કરવાનો અધિકાર છે. જે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા તેના માટે શીખ સમાન છે.
ગુજરાતના ગીર સોમનાથના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાળા ગીરથી 25 કિમિ દૂર ઘનઘોર જંગલમાં આવેલા બાણેજ ગીર. જ્યાના મહંત જગ વિખ્યાત બન્યા છે. બાણેજ ગીરના મહંત હરિદાસ બાપુ ! જે ને અહીં નાગરિત્વ આપવામાં આવ્યું છે. હરિદાસ બાપુ બાણેજ બુથના એક માત્ર મતદાતા છે જે માટે ચૂંટણીપંચ હરિદાસ બાપુના મત માટે 8 નોડલ ઓફિશર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે.
વર્ષો જૂની માંગ છે કે, રસ્તાની મરામત થાય પરંતુ હજુ સુધી તે સંતોષાય નથી.અહીં સિંહ, દીપડા સહિત ના હિંસક પ્રાણીઓ સાથે પણ રૂબરૂ થવું પડે છે. જોકે તેમ છતાં ચૂંટણી પંચ એક મત માટે આખું પોલિંગ બુથ ઉભું કરે છે. અને નવાઇની વાત એ છે કે, દર ચૂંટણીમાં અહીં 100 ટકા મતદાન નોંધાય છે. ચૂંટણી પંચ કહે છે કે, દરેક મતદાતાનો મત ગુપ્ત રહે છે પરંતુ બાણેજ બુથ ચૂંટણી પંચ ના દાવા ને ખોટા સાબિત કરે છે. જીહા...જ્યાં મત કુટિર માં મહંત મતદાન કરે છે તે ગુપ્ત રહેતું નથી. જ્યારે મતગણતરી સમયે બાણેજ ઈવીએમ ખુલ્લે છે એટલે બાપુ નો મત ખુલ્લો થઈ જાય છે. એક આખા ઈવીએમમાં એકજ મત હોવાના કારણે આ મત ખુલ્લો પડી જાય છે. જેના કારણે આ મત ઉપર સમગ્ર રાજ્યના લોકોની નજર રહે છે. કે જગ વિખ્યાત બનેલા બાપુનો મત કોને મળ્યો. લગભગ મોટા ભાગે ભાજપના મત આપ્યા હોવાનું બહાર આવ્યું છે.