Home » photogallery » gir-somnath » Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Girnar hill rain: ગિરનારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખુશનુમા વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગિરનાર પર્વત પર પવનની આંધી સાથે વરસાદ શરૂ થયો છે.

  • 16

    Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

    જૂનાગઢ: ગુજરાતમાં ધીમેધીમે ચોમસું ઝડપ પકડી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ આજે ગુરુવારે ગિરનાર પર્વત પર પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગિરનાર પર વરસાદ દરમિયાન અને વરસાદ બાદના દ્રશ્યો અદભૂત હોય છે. ગિરનારમાં જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એવું દ્રશ્ય ઊભું થાય કે જાણે વાદળો પર્વત સાથે વાતો કરતા હોય. ઉલ્લેખનીય છે કે ગિરનારની સુંદરતા (Beauty of Girnar) જોવી હોય તો ચોમાસાની ઋતુ (Monsoon 2022) દરમિયાન તેની મુલાકાત લેવી રહી. ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દરમિયાન ગિરનાર પર્વત (Girnar hill) પરથી અનેક ઝરણા સજીવન થાય છે. પર્વતના પગથિયા પરથી પણ પાણી ખડખડ વહેતું વહેતું નીચે આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ ખાસ કરીને ચોમાસામાં ગિરનારની મુલાકાત લેતા હોય છે.

    MORE
    GALLERIES

  • 26

    Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

    ગિરનારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખુશનુમા વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગિરનાર પર્વત પર પવનની આંધી સાથે વરસાદ શરૂ થયો છે. બીજી તરહ ખુશનુમા વાતાવરણમાં યાત્રિકો ગિરનારની યાત્રા કરતા નજરે પડ્યા છે. બીજી તરફ જો પવનનું જોર રહેશે તો રોપ વે સેવા બંધ કરી દેવામાં આવશે. ગિરનાર પર્વત ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

    ગિરનાર પર્વત પર વરસાદ બાદ ઝરણા જીવંત થાય છે. આ દ્રશ્યો જોવા ખરેખર જિંદગીનો એક લહાવો છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણમાં ગિરનારની યાત્રા કરવી એ પણ જીવનનો એક લહાવો છે.

    MORE
    GALLERIES

  • 46

    Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

    24 કલાકમાં 56 તાલુકામાં વરસાદ: ગુરુવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના (rainfall in south Gujarat) કામરેજમાં 3.44 ઇંચ વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

    વરસાદની આગાહી: આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં આજે (23 જૂન) ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 25થી 26 જૂને વરસાદનું જોર વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 66

    Girnar Hill Rain: ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ, વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 25 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, જૂન મહિનામાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા અત્યારસુધીમાં 50 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના મતે આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ વરસે છે.

    MORE
    GALLERIES