દિનેશ સોલંકી, ગીર સોમનાથ (Gir Somnath) : કાળઝાળ ગરમી અને પાણીની કિલ્લત એક યુવકને હત્યાના માર્ગ પર દોરી ગઇ. તાલાલા (Talala) તાલુકાના હડમતીયા ગામે (Hadmatiya Village) પાણી વિતરણનું કામ સંભાળતા ઇસ્માઇલ ચોટિયારા નામના આધેડને પાણી આપવામાં અન્યાય કરતા હોવાના આરોપ લગાવીને મુસ્તકીન નામના 22 વર્ષીય યુવકે છરીના ઘા મારી રહેંસી નાખ્યા. સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થતાં પોલીસે હત્યા (Murder) નો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી.
તાલાળા તાલુકાના હડમતીયા ગામે ગ્રામ પંચાયત વતી પાણી વિતરણની વ્યવસ્થા જોતાં ઈસ્માઈલભાઈ ચોટીયારા પોતાને ધીમું પાણી આપે છે અને અન્ય લોકોને શા માટે વધારે પાણી આપે છે તેવું મનદુખ રાખીને મુસ્તકીન નામના 22 વર્ષિય યુવકે પહેલા ટેલિફોનિક ઝઘડો કર્યો અને ત્યારબાદ 2જી મેના રોજ વેહલી સવારે પોતાનું બાઈક રીપેર કરી રહેલા ઈસ્માઈલભાઈ ચોટિયારા પર છરી વડે હુમલો કરી કરપીણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.