Home » photogallery » gir-somnath » હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

Monsoon 2022: ગીર વિસ્તારનાં મોટાભાગોમાં પાણીનું સુખ હોવાને કારણે ખેડૂતો ચોમાસાના 15 દિવસ પહેલા જ મગફળીનું વાવેતર કરી દે છે. સાથે શેરડીનું પણ વાવેતર હોય છે.

  • 18

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: ચોમાસા (Monsoon 2022) પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા (Irrigation facility) હોવાના કારણે ચોમાસા પહેલા મગફળીનું વાવેતર (Groundnut crop) થયું છે. સારા ચોમાસાનો વરતારો તથા આ વિસ્તારની નદીઓ તેમજ કૂવાઓમાં પાણીનાં સાજા તળને લઈને ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કરી દીધું છે.

    MORE
    GALLERIES

  • 28

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    'જળ એજ જીવન' અને 'જળ સંચય એજ જીવન' ઉક્તિને ગીર સોમનાથ જિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં સાર્થક થતી જોઈ શકાય છે. ખાસ કરીને કોડીનાર, તાલાળા, વેરાવળ અને સુત્રાપાડાનો કેટલોક વિસ્તાર આ બાબતે મોખરે છે. આ વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્યારેય કપરો દુકાળ પડ્યો નથી.

    MORE
    GALLERIES

  • 38

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    મોટેભાગે આ વિસ્તારમાં બારેમાસ પાણીનું સુખ જોવા મળે છે. જેમાં ખાસ તાલાળા, કોડીનાર અને વેરાવળ. ગીર વિસ્તારમાં મોટા કુલ પાંચ ડેમો આવેલા છે. જેમાં ઘણું વરસાદી પાણી સંગ્રહાયેલું રહે છે. ખેડૂતોને શિયાળું તેમજ ઉનાળું પાક માટે આ ડેમોમાંથી કેનાલ મારફતે વારંવાર પાણી આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 48

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    આ ઉપરાંત નદીમાં પણ પાણી છોડવામાં આવે છે. જેથી નદી કિનારા નજીકના અને આસપાસના તમામ કૂવાઓ રિચાર્જ થાય છે. જેને લઈ ખેડૂતોને પાણીની મુશ્કેલી રહેતી નથી. આ સાથે ચોમાસાનું પાણી પણ ખેડૂતો પોતાના કૂવાઓમાં ઉતારે છે. આથી કૂવાના તળ હંમેશા સાજા રહે છે.

    MORE
    GALLERIES

  • 58

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    ગીર વિસ્તારનાં મોટાભાગોમાં પાણીનું સુખ હોવાને કારણે ખેડૂતો ચોમાસાના 15 દિવસ પહેલા જ મગફળીનું વાવેતર કરી દે છે. સાથે શેરડીનું પણ વાવેતર હોય છે. આથી શરૂઆતી એક કે બે પાણી પાયા બાદ વરસાદનું આગમન થતા મગફળીનો ઉતારો ખૂબ સારો આવે છે. તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. જોકે, શરૂઆતી બિયારણ થોડું મોંઘું જરૂર પડે છે પરંતુ સરવાળે ખૂબ મોટો ફાયદો થાય છે.

    MORE
    GALLERIES

  • 68

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    ગીર વિસ્તારમાં સારા પાણીને કારણે અને ડેમોમાં સચવાયેલા પાણીને નદીમાં છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને મગફળીના આગોતરા વાવેતરમાં ખૂબ મોટો ફાયદો થાય છે. આગોતરા વાવેતર બાદ એક કે બે પાણી પાયા બાદ મગફળીનો છોડ ઊગી નીકળે છે. જેને ચોમાસું વરસાદને કારણે પોષણ મળે છે. આજ કારણ છે કે મગફળીમાં ઉતારો ખૂબ સારો આવે છે.

    MORE
    GALLERIES

  • 78

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    આગોતરા વાવેતરથી એક ફાયદો એવો પણ થાય છે કે મગફળી તૈયાર થયા બાદ શરૂઆતી ભાવ પણ સારા મળે છે. પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોની કઠણાઈ બેસી જાય છે. મગફળીના વાવેતર બાદ દર 15 દિવસે પાણી આપવું પડે. જોકે કોડીનાર, વેરાવળ સહિતના ગીર વિસ્તારનાં કૂવાઓમાં પણ પાણી હોવાને કારણે ચોમાસું 20 દિવસ મોડું થાય તો પણ વાંધો આવતો નથી.

    MORE
    GALLERIES

  • 88

    હાલો મારા કાળીયા અને હાલો મારા ધોળીયા! ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ, દંતાર વહેતા થયા

    ગીરનાં ખેડૂતો પણ સમજે છે કે, 'કુદરતની લીલા અકળ છે. આપે તો ઢગલા કરી દે અને લઈ લે તો સમૂળગું લઈ લે.' ખેડૂતોને પણ આકાશી રોજી છે. દરિયાઈ ખેતી કરતા માછીમારોની જેમ જમીનમાં ખેતી કરતા ખેડૂતોએ પણ પોતાની આર્થિક સ્થિતિનો સીધો આધાર કુદરત પર જ રાખવો પડે છે.

    MORE
    GALLERIES