Home » photogallery » gir-somnath » Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં સુકેલા નાળિયેરીના પાનમાંથી સળિયો કાઢી લોકો આવક મેળવે છે. અને સળિયોનું વેચાણ કરે છે. ઘર કામ અને ખેતી કાર્યની સાથે સાથે નવરાશની પળોમાં સળિયો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. 

  • 19

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    Bhavesh Vala Gir Somnath : વેરાવળ પંથકમાં અન્ય પાકોની સાથે સાથે નાળિયેરીનું વાવેતર પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે નાળિયેરીના પાન નીચે પડે છે. ત્યારે તેને બરતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં પાનને બરતણ તરીકે તો ઉપયોગમાં લેવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 29

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    સુકેલા પાનમાંથી સળિયો કાઢી તેનું વેચાણ કરવામાં આવે છે. અને આ સળિયોમાંથી સાવરણી તૈયાર કરાય છે. જેને મુંબઇ જેવા શહેરોમાં મોકલવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 39

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    નાળિયેરીના સુકવેલા પાનમાંથી અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. લોકો નાળિયેરીના પાનમાંથી આવક મેળવે છે. ઘર કામ અથવા ખેતી કાર્યની સાથે સાથે જ્યારે સમય મળે ત્યારે નાળિયેરીના પાનમાંથી સળિયો કાઢવા જોડાય છે.

    MORE
    GALLERIES

  • 49

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    મેઘપુરના પાંચાભાઇ વાજા હેન્ડીકેપ છે. તેમણે જણાવ્યું હતું કે તેમને બે વીઘા નાળિયેરીનો બગીચો છે. નાળિયેરીના સુકેલા પાનનો બરતણ તરીકે ઉપયોગ કરાતો હતો. પણ હવે તે ખેતી કાર્ય સાથે સાથે સુકેલા પાનમાંથી સળિયો કાઢવાની કામ પણ કરે છે.

    MORE
    GALLERIES

  • 59

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    તેમના સાથે તેના પરિવાર સભ્યો પણ આ કામગીરીમાં જોડાય છે. છેલ્લા બે વર્ષથી ઘર કામ અને ખેતીની સાથે આ કામગીરીમાં કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 69

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    દર માસે 4 થી 5 મણ પાનમાંથી સળિયો કાઢે છે. અને એક મણનો રૂપિયા 500માં વેચાણ કરે છે. જ્યારે પાનની ઘટ પડે ત્યારે અન્ય ખેડૂતના બાગમાંથી પાન લય આવે છે. દર વર્ષે 5 થી 6 હજારની આવક મેળવે છે. આ ઉપરાંત સળિયો કાઢી ઘર ખર્ચ પણ કાઢી શકાય છે.

    MORE
    GALLERIES

  • 79

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    નાળિયેરીના પાનમાંથી સળિયો કાઢતા ગોવિંદભાઇ બાંભણિયાએ જણાવ્યું હતું કે તે અન્ય ખેડૂતના નાળિયેરીના બાગમાંથી સુકેલા પાન લય આવે છે.

    MORE
    GALLERIES

  • 89

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    35 જેટલા પાન એકત્રીત કરીએ ત્યારે એક મણ સળિયો નીકળે છે. તેનું રૂપિયા 500 થી 550 માં વેચાણ કરે છે. ઘરના 3 જેટલા સભ્યો સળિયો કાઢે ત્યારે એક માસે 3 મણ જેટલી સળિયો નીકળે છે. જેમાંથી વપરાશ નીકળે છે. અહીં ગામડેથી વેપારીઓ સળિયોની ખરીદી કરી જાય છે.

    MORE
    GALLERIES

  • 99

    Gir Somnath: સૌરાષ્ટ્રના આ જિલ્લાના સાવરણાની મુંબઇમાં છે ખુબ ડિમાન્ડ!

    વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીના પાનની સળિયોની ખરીદી કરતા ઉમેશભાઇ કાતનિયાએ જણાવ્યું હતું કે આ સળિયોમાંથી સાવરણી તૈયાર કરાયા છે. વેરાવળ તાલુકાના મેઘપુર, ડાભોર, આંબલીયારા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આ સળિયોની ખરીદી કરવામાં આવે છે. સળિયો ખરીદી માટે 100 જેટલી રીક્ષા કાર્યરત હશે. સુકેલી સળિયોને પ્રતિ મણે સરેરાશ રૂપિયા 500 થી 600 સુધી ખરીદી કરાય છે.

    MORE
    GALLERIES