Home » photogallery » gir-somnath » Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

Dog Temple In Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં એક સ્થળ એવું છે કે જ્યાં લોકોની અનેરી આસ્થા જોડાયેલી છે. હા, અનેક લોકો અહીં માનતા લઈને આવે છે અને તેમની માનતા અહીં પૂર્ણ પણ થાય છે. આ સ્થળે કુતરાનું મંદિર આવેલું છે.

विज्ञापन

 • 19

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં એક સ્થળ એવું છે કે જ્યાં લોકોની અનેરી આસ્થા જોડાયેલી છે. હા, અનેક લોકો અહીં માનતા લઈને આવે છે અને તેમની માનતા અહીં પૂર્ણ પણ થાય છે. આ સ્થળે કુતરાનું મંદિર આવેલું છે. તમે ચોકી ઊઠ્યાંને..!! જી, કોઈ ગેરસમજ નથી થતી. અહીં કુતરાનું જ મંદિર છે અને સેંકડો શ્રદ્ધાળુઓ અહીં કૂતરા દેરીનાં દર્શન કરી ધન્ય બને છે.

  MORE
  GALLERIES

 • 29

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરથી 8થી 10 કિલો મીટર દૂર વડનગર ગામની સીમ વિસ્તારમાં આવેલું આ આશ્રમ, જ્યાં પહોંચતા જ શ્વાનના દર્શન થાય છે. હા, અહીં આ આશ્રમ નજીક પહોંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે "કૂતરા ડેરી" એ પહોંચી ગયા. રોચક રહસ્યો અને ઇતિહાસ ધરાવતું આ સ્થળ પર આમતો ચારણ કન્યા "જાગબાઈ માતા"નું મંદિર આવેલું છે. પરંતુ આ ચારણ કન્યા "જાગબાઈ માતા" પુંજા પહેલા લોકો અહીં શ્વાનની મૂર્તિની પુંજા કરે છે અને પૂજા જ નહીં "જાગબાઈ માતા" પહેલા પ્રસાદ પણ ધરાય છે.

  MORE
  GALLERIES

 • 39

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  હવે અમે આપને આ જગ્યાથી પરિચિત કરાવીશું. કોડીનારનાં વડનગર ગામ નજીક એક ટેકરા પર કુતરાનું મંદિર આવેલું છે. છે ને આશ્ચર્યની વાત. જી હા, કૂતરાની દેરી આવેલી છે. સામે જાગબાઈ મા નું મંદિર આવેલું છે. અહીં કૂતરાની વફાદારીના કારણે તેની ડેરી સેંકડો વર્ષો પહેલા બંધાઈ છે અને અહીં પ્રથમ કૂતરાની પૂજા થાય છે. બાદમાં જાગબાઈ માની પૂજા કરી શકાય છે. આ સ્થળ ઐતિહાસિક છે. કૂતરા દેરીનો રોચક ઇતિહાસ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તેમજ માનતાઓ પણ રાખે છે.

  MORE
  GALLERIES

 • 49

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  અહીં જાગબાઈમાનું મંદિર પણ છે. અહીં કોઈને કુતરૂ કરડયું હોય તો માતાજીની માનતા રાખે, માતાજીને ખીર, પુરીના નૈવેધ ધરે, ચૂંદડી ચડાવે તો હડકવા ઉપડતો નથી. ખેડૂતોના ઢોર ઢાખર બીમાર હોય અને માતાજીની માનતા રાખે તો સાજા થઈ જાય છે. આખા દિવસ દરમિયાન અહીં 60થી વધુ કૂતરા આવે છે. ક્યારેય કોઈને કરડ્યા નથી. નાના બાળકોની તંદુરસ્તી માટે અહીં માનતા રાખવામાં આવે છે અને લોકોમાં અહીં અનોખી આસ્થા જોવા મળે છે. માતાજીને નિવેદ ધરતા પહેલા અહીં કૂતરાની પૂજા થાય છે.

  MORE
  GALLERIES

 • 59

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  ગીર સોમનાથનું વડનગર ગામ સેંકડો વર્ષો પહેલા વિસનગર તરીકે ઓળખાતું હતું. આ વિસનગર ગામથી દેવલપુર ગામ જતા રસ્તાની બાજુમાં વિશાળ ડુંગર હતો અને આ ડુંગર પર ચારણનો નેસ આવેલો. આ નેસમાં જાગબાઈ આઈ રહેતા સાથે તેમનો એક કૂતરો પણ રહેતો. જાગબાઈ સાક્ષાત દેવી સ્વરૂપ હતા. જાગબાઈ આઈ તેના કૂતરાને લઈ વિસનગર હટાણું (ઘરગથ્થુ માલ સામાનની ખરીદી) કરવા ગયા. જરૂરી સામાન ખરીદ્યો પણ થોડી મૂડી ખૂટી. સામાન પાછો પણ ન અપાય અને પૂરતી રકમ ચૂકવ્યા સિવાય જવાઈ પણ નહીં. માતાજીને ધરમ સંકટ ઉભું થયું. માતાજીએ શેઠને કહ્યું, 'શેઠ..હું.આ મારો વફાદાર કૂતરો આપને ત્યાં ગીરવે મૂકીને જાઉં છું. એકાદ બે દિવસમાં આપની મૂડી ચૂકવી લઈ જઈશ.' શેઠ કહે, 'ભલે માડી.' જાગબાઈ આઇએ કૂતરાને સૂચના આપી.' બે દાડા અહીંયા રહેજે, શેઠને કામ આવજે, હું તને લઈ જાઈશ.' આમ કહી જાગબાઈ આઈ નેસડે જતા રહ્યા.

  MORE
  GALLERIES

 • 69

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  બન્યું એવું કે, એ જ રાત્રે શેઠની હવેલી એ ચોરી થઈ બધુ જ ધન, દોલત અને ઘરેણાં ચોર ઉઠાવી ગયા. સવારે ઉઠીને જોયું ત્યારે શેઠને જાણ થઈ. જીવતર લૂંટાઈ ગયાનો અહેસાસ થયો. બીજી તરફ જાગબાઈ માનો કૂતરો શેઠનું ધોતિયું પકડી ખેંચવા લાગ્યો અને જે જગ્યાએ ચોરોએ શેઠનું ચોરેલું ધન દાટ્યું હતું ત્યાં લઈ ગયો. જમીન ખોદી ત્યાંથી બધુ જ ધન મળી આવ્યું. શેઠ ખુશ થયા. કુતરાના ગળે ચિઠ્ઠી લખી કૂતરાને નેસડે પરત કર્યો.

  MORE
  GALLERIES

 • 79

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  બીજી તરફ, જાગબાઈ આઈ શેઠને ચુકવવાની રકમ લઈ આપવા ડુંગર પરથી નીચે ઉતરતા હતા ત્યાં સામેથી પોતાના કૂતરાને આવતો જોયો. માતાજીને ગુસ્સો આવ્યો..કહે, 'ફટ ભૂંડા કૂતરાની જાત મારા વચનની લાજ નો રાખી ને હાઇલો આવ્યો. ફાટી પડ.' અને કૂતરો ત્યાને ત્યાંજ રામશરણ થયો. માતાજી કૂતરા પાસે આવ્યા ગળામાં બાંધેલી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં શેઠે લખ્યું હતું કે 'મા તમારૂ કરજ તમારા કૂતરાએ મને વળતર સાથે ચૂકવી આપ્યું છે. મારૂ તમામ ધન ચોરો ચોરી ગયા હતા. તે મને પાછું મેળવી આપ્યું છે. હું તેને મુક્ત કરૂ છું.' આ વાંચી જાગબાઈમાને અફસોસ થયો અને ધરતી માતાને પ્રાર્થના કરી જીવતા જમીનમાં સમાઈ ગયા. આથી જ ત્યારથી અહીં માતાજી પહેલા કૂતરાની પૂજા થાય છે. સમગ્ર ભારતમાં કૂતરાની દેરી હોય તેવું આ પ્રથમ સ્થાન છે.

  MORE
  GALLERIES

 • 89

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  ગીર સોમનાથ જિલ્લામાં એક સ્થળ એવું છે કે જ્યાં લોકોની અનેરી આસ્થા જોડાયેલી છે. હા, અનેક લોકો અહીં માનતા લઈને આવે છે અને તેમની માનતા અહીં પૂર્ણ પણ થાય છે. આ સ્થળે કુતરાનું મંદિર આવેલું છે.

  MORE
  GALLERIES

 • 99

  Dog Temple In Gir Somnath: ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર, સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઇને આવે છે, જાણો અનેરી આસ્થા

  ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરથી 8થી 10 કિલો મીટર દૂર વડનગર ગામની સીમ વિસ્તારમાં આવેલું આ આશ્રમ, જ્યાં પહોંચતા જ શ્વાનના દર્શન થાય છે. હા, અહીં આ આશ્રમ નજીક પહોંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે "કૂતરા ડેરી" એ પહોંચી ગયા.

  MORE
  GALLERIES