દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: સામાન્ય રીતે ગુજરાતની નજીક આવેલા પ્રવાસન સ્થળ દીવ કે જ્યાં નાગવા બીચ, જલનધર બીચ, ઘોઘલા બીચ પર પ્રવાસીઓ ન્હાવાની મજા લેવા હોય છે. હજુ કાળજાળ ગરમીને કારણે અનેક પર્યટકો દીવના દરિયામાં ન્હાવાની મજા લેવા આવી રહ્યા છે. અંદાજ પ્રમાણે દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ દરિયામાં ડૂબકી લગાવતા જોવા મળે છે. જોકે, હવે આગામી ત્રણ મહિના સુધી પ્રવાસીઓે આવું નહીં કરી શકે. સામાન્ય રીતે દીવના બીચ પર 15 જૂનની આસપાસથી ન્હાવા પર પ્રતિબંધ લાગતો હોય છે. જોકે, આ વખતે પહેલૂ જનથી જ પ્રતિબંધ મૂકી દેવામાં આવતા પ્રવાસીઓ રોષે ભરાયા છે. કારણ કે ગરમીથી રાહત મેળવવા આવતા પ્રવાસીઓ હાલ દરમિયામાં ન્હાવાની મજા લઈ શકતા નથી.
હવે દીવના દરિયામાં ડૂબકી લગાવવી ભારે પડી શકે છે. કારણ કે હવે દીવના તમામ બીચો પર સરકારે ન્હાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાલ બીચ પર પોલીસને ખડકી દેવામાં આવી છે. પ્રતિબંધ લગાવવાનું કારણ ચોમાસું છે. કારણ કે ચોમાસા દરમિયાન દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. આ કારણે જ તંત્ર દર વર્ષે ન્હાવા પર પ્રતિબંધ લગાવી દે છે.