સગપણ બાદ દિગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, અમે મૂળ ગુજરાતી છીએ તો અમને એવી અપેક્ષા છે કે, નમી અને ટોબન બંનેના લગ્ન હિંદુ પરંપરા અને વિધિથી ગુજરાતમાં થાય. આ વાતનો ટોબનના પરિવારે સ્વીકાર કર્યો હતો. મકરસંક્રાંતિ બાદ શુભ મહુર્તમાં આ નાગર પરિવાર દ્વારા ઓસ્ટ્રેલિયન મૂળના વરરાજા ટોબનને કંકોત્રી લખી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જે બાદ વરરાજા સહિત 20 જેટલા ઓસ્ટ્રેલિયાના મહેમાનો જાન લઈ ગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં વરરાજાને પરણાવવા માટે આવી પહોંચ્યા હતા.