દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સોમનાથના વેરાવળમાં પોતાના જ મિત્રએ ઘરમાં હાથ સાફ કરી લેવાની ઘટના સામે આવી છે. એક સમયના ભાગીદારીના ધંધાર્થી અને બાદમાં અલગ થતાં રૂપિયાની સંકળામળના કારણે પોતાના જ મિત્રના ઘરમાં હાથ સાફ કરી 21 તોલા સોનું લઈ ફરાર થયો. જોકે, સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધો હતો.