પ્રણવ પટેલ, ગાંધીનગર: રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી
ઉલ્લેખનીય છે કે, આ બંને હોદ્દા પર સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આજે આ બન્ને નેતાઓ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ તે પહેલા પ્રોટેમ અધ્યક્ષ તરીકે યોગેશ પટેલની નિમણૂક કરાઇ હતી. જે તમામ ધારાસભ્ય શપથ લેવાડાવશે. વિધાનસભા ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ , અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની આગેવાનીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય માર્ગદર્શન અપાયું હતું.