ગાંધીનગર : ગાંધીનગરના સાંતેજ પાસે આવેલા રણછોડપુરામાં સંદિપ ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી છે. પોલીસે દારૂની પાર્ટી પર દરોડા પાડતા આ પાર્ટીમાંથી 20 નબીરા ઝડપાઈ આવ્યા છે. દિવાળી પહેલાં કોઈ મિત્રની જન્મદિવસની ઊજવણી કરવા આવેલા આ યુવકો હાઇફાઇ દારૂની બ્રાન્ડ અને અન્ય મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. પોલીસ ઝડપેલા નબીરામાં અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખના દીકરાનું નામ હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે આ મામલે તમામ આરોપીઓને ઝડપી અને 89 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
પાર્ટીમાં ઝડપાયેલા યુવાનોમાં અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલનો પુત્ર પણ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તમામ યુવાનો હાઇફાઇ વાહનો અને બ્રાન્ડના દારૂ પીધેલા હતા. ઝડપાયેલા યુવકો મોટા ઘરના દીકરા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી બ્રાન્ડનો જુદી જુદી કંપનીનો દારૂ પણ આ પાર્ટીમાં વપરાયો હોવાનું સામે આવ્યું છે.