ગાંધીનગર: વડાપ્રધાન મોદી ગઈકાલે શુક્રવારે રાત્રે બે દિવસના ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat visit) આવી પહોંચ્યા છે. રાજભવન ખાતે રાત્રી રોકાણ બાદ પીએમ મોદી સવારે 6.30 વાગ્યાની આસપાસ માતા હીરાબાના આશીર્વાદ (Hiraba birthday) લેવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી (PM Modi meet mother Hiraba) એક સામાન્ય વ્યક્તિ તરીકે માતાને મળવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબાનો આજે શતાયુ પ્રવેશ (PM Modi's mother Hiraba birthday) થયો છે. આ પ્રસંગે પીએમ મોદીએ ખાસ તેમના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરી હતી. પીએમ મોદી તેમની સાથે ગિફ્ટ પણ લાવ્યા હતા. પીએમ મોદી એક કાર લઈને જ માતાને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.