ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થઈ રહ્યા છે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યાની આસપાસ નીકળી છે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે. પીએમ મોદી પણ તાબડતોબ ગાંધીનગર પહોંચી ગયા હતા. હીરાબાની અંતિમયાત્રામાં પરિવાર પણ હિબકે ચઢ્યો હતો. આસપાસનાં સ્વજનો પણ પોતાનાં આંસુ રોકી શકતા ન હતા.
પીએમ મોદી પોતાના માતા હીરાબાના અંતિમ દર્શન માટે રાયસણમાં રહેતા પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા હતા. ત્યારે માતાના નિધનથી થયેલું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે માતના વિયોગમાં રડતા હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી હતી.