ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ 18મી જૂને 100 વર્ષમાં પ્રવેશ્યા છે. હાલ તેમની તબિયત બગડતા હીરાબાને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદી પણ થોડીવારમાં જ અમદાવાદ પહોંચી જશે. દેશનાં પીએમ મોદી જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે મોટાભાગે માતા હીરાબાને મળવા પહોંચતા હોય છે. પીએમ મોદી માતા સાથે જમે છે અને સમય પણ વિતાવે છે. તો આજે આપણે પીએમ મોદી અને હીરાબાની કેટલીક અદભૂત તસવીરો જોઇશું જે તમને પણ ભાવુક કરી દેશે.