Home » photogallery » gandhinagar » Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

PM Modi mother Heeraben no more: ગાંધીનગરનાં 30 નંબરનાં સેક્ટરમાં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં પીએમ મોદી સહિત ચાર ભાઇઓએ માતાનાં પાર્થિવ દેહને અગ્નિ આપી હતી.

विज्ञापन

 • 111

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. શતાયું હીરાબાનું આજે એટલે શુક્રવારનાં (30 ડિસેમ્બર, 2022) રોજ વહેલી સવારે 3.30 કલાકે દુ:ખદ નિધન થયું છે. આ સમાચાર સાંભળતાની સાથે પીએમ મોદી દિલ્હીથી ગુજરાત આવવા રવાના થયા હતા. હીરાબાના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ગાંધીનગરમાં પીએમ મોદીનાં ભાઇનાં ઘરે લઇ જવામાં આવ્યાં હતા. પીએમ મોદી ગાંધીનગર આવ્યા બાદ માતા હીરાબાની અંતિમયાત્રા શરૂ કરી હતી.

  MORE
  GALLERIES

 • 211

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  વડાપ્રાધન મોદી સાથે તેમના તમામ ભાઇએ માતાનાં મૃતદેહને કાંઘ આપી હતી. હીરાબાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્વજનો જોડાયા હતા. ગાંધીનગરનાં 30 નંબરનાં સેક્ટરમાં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં પીએમ મોદી સહિત ચાર ભાઇઓએ માતાનાં પાર્થિવ દેહને અગ્નિ આપી હતી.

  MORE
  GALLERIES

 • 311

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  ગાંધીનગરના સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. જ્યાં પીએમ મોદી સહિત તેમના ભાઈ અને પરિવાર હાજર રહ્યો હતો. તો વળી માતા હીરાબેનના નિધન પર ગમગીન લોકોને મોદી પરિવારે અપીલ કરતા કહ્યું છે કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ.

  MORE
  GALLERIES

 • 411

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  અંતિમસંસ્કાર બાદ મોદી પરિવાર તરફથી કહેવાયુ છે કે, આપ સૌને અમારી વિનંતી છે કે, હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને પોતાના તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો. આ જ હીરાબેન માટે સાચ્ચી શ્રદ્ધાંજલિ હશે.

  MORE
  GALLERIES

 • 511

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું - એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

  MORE
  GALLERIES

 • 611

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  પીએમ મોદી પોતાના માતા હીરાબાના અંતિમ દર્શન માટે રાયસણમાં રહેતા પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા ત્યારે માતાના નિધનથી થયેલું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે માતના વિયોગમાં રડતા હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી હતી.

  MORE
  GALLERIES

 • 711

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  એક જાહેરમંચ પર પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, મારા પિતાજીના નિધન બાદ અમે નાના હતા, ત્યારથી અમારું ભરણપોષણ કરવા માટે મા બાજૂના ઘરોમાં વાસણ સાફ કરવા, પાણી ભરવા, મજૂરી કરવા જતી હતી. આપ કલ્પના કરી શકો છો કે, એક માએ પોતાના બાળકોને મોટા કરવા માટે કેટલું કષ્ટ વેઠ્યું હશે.

  MORE
  GALLERIES

 • 811

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. હીરાબાના 100માં જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન માતાના આશીર્વાદ પણ લીધા હતા અને તેમની પૂજા અર્ચના પણ કરી હતી.

  MORE
  GALLERIES

 • 911

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા પર ચરણસ્પર્શ કરી ભેટમાં શાલ આપી હતી.

  MORE
  GALLERIES

 • 1011

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  માતા શતાયુ થતા પીએમ મોદીએ ભાવનાત્મક બ્લોગ પણ લખ્યો હતો. તેમણે પોતાની માતા સાથે વિતાવેલ અમુક યાદગાર ક્ષણને યાદ કરી હતી.

  MORE
  GALLERIES

 • 1111

  Heeraben Modi Last Rituals Photos: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપી મુખાગ્નિ

  તેમણે માતા દ્વારા કરવામાં આવેલા બલિદાનોને યાદ કર્યા અને પોતાની માતાની અલગ અલગ ખૂબીઓને ઉલ્લેખ કર્યો હતો. જેનાથી તેમના મસ્તિષ્ક, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને સ્વરુપ મળ્યું.

  MORE
  GALLERIES