આ મોબાોઇલ લાઇબ્રેરીનો સૌથી વધુ ફાયદો સિનિયર સિટીઝનોને થશે કેમકે, તેઓને હવે પુસ્તકો લેવા લાઇબ્રેરી સુધી લાંબા નહી થવુ પડે. જ્યારે પણ તેમના વિસ્તારમાં પુસ્તક મોબાઇલ વાન આવશે. ત્યારે તેઓ પુસ્તક લઇ શકશેને પાછા આપી શકશે. આ સિવાય જેઓ વધારાના પુસ્તકોનું દાન કરવા માંગતા હોય તેમનું પુસ્તક દાન પણ સ્વીકારવામાં આવશે.