Gujarat winter update: અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. હવામાન નિષ્ણાતે રાજ્યમાં ઠંડી અંગે જણાવ્યું હતુ કે, 30 નવેમ્બર સુધી ગુલાબી ઠંડી રહેશે પરંતુ ડિસેમ્બરનાં પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડી પડશે. આપને જણાવીએ કે, ગાંધીનગરમાં બુધવારે 12.7 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. અમદાવાદમાં 15 ડિગ્રી જ્યારે નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં બુધવારે સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં હતી.
હવામાનનાં આંકડાની વાત કરીએ તો, ગાંધીનગર 12.7 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ઠંડુગાર હતુ. અમદાવાદમાં 15.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં આગામી 3 દિવસ 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થતી હોય છે. તે શરૂઆત થઈ ગઈ છે. 30 નવેમ્બર સુધી ઠંડી જળવાઇ રહેશે. અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. જોકે તેમણે જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરથી લઈ 10 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ રાજ્યમાં ચૂંટણીને કારણે માહોલ ગરમ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ રાજ્યમાં મતદાન થવાનું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, ડિસેમ્બર મહિનાથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે. 1 અને 5 ડિસેમ્બરના રોજ પણ કડકડતી ઠંડી રહેશે.