ગીતા મહેતા, ગાંધીનગર : આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદ તેમજ ત્યાર બાદના દિવસોમાં નહિવત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગૃપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવહર્ષદ પટેલે આ અંગે માહિતી આપી હતી.
આજે સવારે 6.00 થી બપોરના 2.00 સુધી રાજયના 17 જિલ્લાઓના 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 54 મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.20/10/2020 અંતિત 1134.33 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 136.50 ટકા છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 3,02,152 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 90.44 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,34,303 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 95.92 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-179 જળાશય, એલર્ટ ૫ર કુલ-11 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 08 જળાશય છે.