ગાંધીનગર : રાજ્યમાં કોરોનાવાયરસની બીજ લહેરમાં હવે સ્થિતિ સામાન્ય થતી જઈ રહી છે. (Gujarat Corona cases) રાજ્યની હૉસ્પિટલમાં કોરોનાના ખાટલા ખાલી ખમ પડેલા છે અને સરકારી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. એક બાજુ રસીકરણ અને બીજી બાજુ કેસની દિનપ્રતિદિન ઘટતી જતી સંખ્યાના કારણે સરકારે રાજ્યના 36 શહેરો પૈકીના 18 શહેરોને કોરોના કર્ફ્યૂમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યનાં આઠ મહાનગરો સહિતનાં બાકી 18 શહેરો માટે નવા નિયમો જાહેર કર્યા છે. નીચે એક પછી એક તસવીરમાં આ નિયમો વાંચવા મળશે જેને જોવા માટે કુલ 3 સ્લાઇડ પર ક્લિક કરવાનું રહેશે.
રાજ્યમાં કોરોનાની બીજ લહેરમાં સૌથી વધુ જોખમ મહાનગરોમાં સર્જાયુ હતું. ખાસી કરીને અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં સ્થિતિ બેકાબૂ બની હતી. કઈક આવી જ સ્થિતિ જામનગર અને ભાવનગરની હતી. અંશત: આ સ્થિતિની સરખામણીમાં પાટનગર ગાંધીનગર થોડું ઓછું જોખમી જણાતું હતું. છતાં આ તમામ મહાનગરો સહિત અન્ય 10 શહેરો મળીને 18 શહેરોને હજુ પણ નિયમોને બાધ્યા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ મહાનગરોમાં લગ્ન, અંતિમવિધિ, દફનવિધિ, રાજકીય, સામાજિક, જાહેર મેળાવડાઓ, પરિવહન વગેરે માટે પણ લોકોને એકઠા થવાની સંખ્યાની મર્યાદામાં વ્યાપક વધારો કરવામાં આવ્યો છે. જો સ્થિતિ આવી જ રહે તો સરકાર ટૂંક સમયમાં વધુ છુટછાટો સાથે રાજ્યને ફરીથી રાબેતા મુજબ કરવાની કવાયત કરશે તેવું સુમાહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે.