Home » photogallery » gandhinagar » ગુજરાતમા આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ઝાપટાં

ગુજરાતમા આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ઝાપટાં

સિસ્ટમ ડીપ્રેસનમાં ફેરવાય તેવી સંભાવના છે. જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે.

  • 14

    ગુજરાતમા આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ઝાપટાં

    ગુજરાતનાં (Gujarat) મોટાભાગના વિસ્તારોમાંથી આ સિઝનના વરસાદે (Monsoon 2020) વિદાય લીધી છે ત્યારે વધુ એક લો પ્રેશર બન્યું છે. જેના કારણે ગુજરાતમાં 13 અને 14 તારીખે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. વરસાદની વિદાય અને શિયાળાના આરંભમાં વાવાઝોડુ ઘણી વખત આવે છે. ત્યારે વેલમાર્ક્ડ લો પ્રેસર ડીપ્રેસન બનીને કેટલું જોર લગાવે છે તે મૂજબ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, લો પ્રેસરના પગલે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 24

    ગુજરાતમા આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ઝાપટાં

    હાલ બંગાળની ખાડીમાં હવામાં લો પ્રેશર સર્જાયુ છે જેથી કાલ સુધીમાં હવામાન વિભાગનાં મતે સિસ્ટમ ડીપ્રેસનમાં ફેરવાય તેવી સંભાવના છે. જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે. રાજસ્થાનથી ચોમાસુ પાછુ ખેંચાવાની શરુઆત થઈ હતી અને તારીખ 6 ઓક્ટોબરના કચ્છ તથા રાજકોટ,પોરબંદર સુધીનો ભાગ અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિત વલ્લભ વિદ્યાનગર સુધીના વિસ્તારમાં ચોમાસુ પાછુ ખેંચાયું હતું. આ બાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમના પગલે સુરત, વેરાવળ સહિતના વિસ્તારોમાં હજુ ચોમાસુ સક્રિય રહે તેવી શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 34

    ગુજરાતમા આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ઝાપટાં

    હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં હવામાન પલટાતું જોવા મળશે. કારણે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાનું હળવું દબાણ સર્જાશે અને વાવાઝોડા પણ સક્રિય થશે. 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબરમાં એક લો પ્રેશર બનશે. 9થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદની શકયતા રહશે. 17 -18 ઓક્ટોબરના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. 21થી 25 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થશે. જેની અસર જોવા મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈ ભાગમાં વરસાદ થશે. 21 ઓક્ટોબર પછીના વાવાઝોડા વધુ મજબૂત હશે અને દક્ષિણ પૂર્વી તટ પર ભારે પવન ફૂંકાશે.અને રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.

    MORE
    GALLERIES

  • 44

    ગુજરાતમા આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ઝાપટાં

    વરસાદી સિસ્ટમની અસર પ્રમાણે, તારીખ 13 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ સહિત વિસ્તારોમાં અનેક જગ્યાએ વરસાદીની વકી છે. આ સાથે તારીખ 14નસુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર ,દિવમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. મહત્વનું છે કે, હજી દક્ષિણ ગુજરાતમાંથી વરસાદે વિદાય લીધી નથી.

    MORE
    GALLERIES