ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આ. રાજ્ય સરકારનું અમૃતકાળની થીમ પર બજેટ 2023 રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ નાણામંત્રી કનુ દેસાઇએ સૌથી મોટું બજેટ રજૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગત ભૂપેનદ્ર પટેલની સરકારમાં પણ નાણાં પ્રધાન તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ રજૂ કર્યું હતુ. આ વખતે ફરી વખત નાણાં પ્રધાન તરીકે કનુભાઇ જ નવું બજેટ રજૂ કર્યુ છે. કનુ દેસાઇના હસ્તે બીજી વખત ગુજરાત બજેટ રજૂ કરાયુ છે. ગત બજેટ કરતા આ વખતે બજેટનું કદ અંદાજે 15થી 20 ટકા મોટુ રહે તેની પ્રબળ શક્યતા પહેલેથી જ વર્તાઇ રહી હતી. જે પ્રમાણે આ વખતે સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. આ સાથે આરોગ્ય વિભાગ અને પ્રવાસન વિભાગને પણ પ્રધાન્ય આપવામાં આવ્યુ છે. શિક્ષણની પાયાની જરુરિયાત અને શિક્ષણના વિકાસ માટે રૂપિયા 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સાથે ઉચ્ચ શિક્ષક અને ટેક્નિકલ શિક્ષણનો સમાવેશ થાય છે.