ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ (GSEB 12th exam result) તરફથી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડ તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91% ટકા આવ્યું છે. બોર્ડના પરિણામ પર નજર કરીએ તો આ વર્ષે કોમ્પ્યુટર વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થી નાપાસ થયા છે. કોમ્પ્યુટર વિષયનું પરિણામ 85.72% આવ્યું છે. જ્યારે હિન્દી વિષયનું સૌથી વધારે 99.28 ટકા પરિણામ આવ્યું છે.