Home » photogallery » gandhinagar » ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન (Gandhinagar Capital Railway station)ની ઉપર છે એક ફાઇવ સ્ટાર હોટલ, જુઓ તસવીરોમાં કેવી સુવિધાઓ તૈયાર થઈ

विज्ञापन

  • 15

    ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

    ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi) આજે ગાંઘીનગર કેપિટલ રેલવે સ્ટેશન (Gandhinagar Capital Railway Station)નું લોકાર્પણ કર્યુ છે. આ રિડેવલપ રેલવે સ્ટેશન એક એરપોર્ટ (Airport) જેવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે જેની આજે સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અહીંયા પેસેન્જરોને એરપોર્ટ જેવી તમામ સુવિધા મળશે. આ રલેવે સ્ટેશન સાથે એક ફાઇવ સ્ટાર હોટલનું પણ ઉદ્ઘાટન થયુ છે જે રેલવે સ્ટેશનની ઉપર તૈયાર કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

    આજે સાંજે ચાર વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદી આ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી શાહ સીએમ રૂપાણી અને રેલવે મંત્રી વૈષ્ણવ, રાજ્ય રેલવે મંત્રી જરદોશ, તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે કાલે મે જ્યારે આ વિકાસકાર્યોની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી તો લોકો માનવા તૈયાર જ નહોતા કે આ નજારો ભારતનો છે, ગુજરાતનો છે

    MORE
    GALLERIES

  • 35

    ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

    આ રેલવે સ્ટેશન સાથે 250 ફૂટ ઉંચી ફાઇવ સ્ટાર હોટલ પણ તૈયારપ કરવામાં આવી છે જેમાં 318 રૂમ બનાવવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલી આ હોટલ ખૂબ ઉપયોગી થશે. હોટલની સામે જ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર છે.

    MORE
    GALLERIES

  • 45

    ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

    પીટીઆઈના સમાચાર મુજબ ગાંઘીનગરના નવા રેલવે સ્ટેશન સાથે ફક્ત ફાઇવ સ્ટાર હોટલ જ નહીં પરંતુ એક વિશાળ ઇકૉનોમિક ઝોન તૈયાર થશે. આ સ્ટેશનને રિડેવલપ કરનાર કંપની ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્ટેશન સાથે 7,600 વર્ગ મીટરું એક વિશાળ ક્ષેત્ર મૂકવામાં આવ્યું છે જ્યાં ભવિષ્યમાં ફૂડ કોર્ટ મલ્ટીપ્લેક્સ વિકસીત તૈયાર કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 55

    ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

    નવા રેલવે સ્ટેશનમાં યાત્રીઓ માટે એરપોર્ટ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે એસ્કેલેટર, ત્રણ લીફ્ટ, અને પ્લેટફોર્મને જોડતા બે અન્ડરગ્રાઉન્ડ સબ-વે પણ છે. આ સ્ટેશન દિવ્યાંગ ફ્રેન્ડલી સ્ટેશન છે તેમના માટે જરૂરી રેમ્પ, વિશેષ ટિકિટ કાઉન્ટ, અલગથી પાર્કિગ વગેરે સુવિધાઓ આપવામાં આવી છે.

    MORE
    GALLERIES