ગીતા મહેતા, ગાંધીનગર: સેક્ટર ૧-બીમાં રહેતા વરિષ્ઠ લેખક અને નિવૃત્ત સરકારી અધિકારી સુરેશભાઈ ભટ્ટ આગામી ડિસેમ્બર મહિનામાં ૮૫ વર્ષના થઈ રહ્યા છે. અવસ્થાને કારણે તેઓ વૉટીંગ માટે મતદાન મથક સુધી જઈ શકે તેમ ન હોવાથી ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના બૂથ લેવલ ઓફિસર અને અન્ય અધિકારીઓ-કર્મચારીઓની બનેલી ટીમે આજે તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરાવ્યું હતું.
સુરેશ ભટ્ટે ઈલેક્શન કમિશન પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું લોકશાહીના રક્ષકોનો આભાર માનું છું. એક મહિના પછી હું ૮૫ વર્ષનો થઈશ. આવી અશકતાવસ્થામાં હું મતદાન માટે જઈ શક્યો ન હોત. ચૂંટણી પંચના અધિકારીઓ-કર્મચારીઓ ઘેર આવીને મારો મત લઈ ગયા. લોકશાહી વ્યવસ્થામાં એક-એક મત કેટલો કિંમતી છે એ સૌએ સમજવા જેવું છે." જે લોકો મતદાન મથક સુધી જઈ શકે છે, એ સૌને ઉત્સાહપૂર્વક મતદાન કરવા પણ તેમણે અપીલ કરી હતી.