મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની (Cylcone Tauktae) આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કરેલી જાહેરાતને આવકારી ને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડા ને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા મૃતકો ના વારસદારો ને ગુજરાત સરકાર તરફથી પણ સહાયત ચુકવવામાં આવશે.
CM વિજય રૂપાણી આવતીકાલે તા. 20મી મેના રોજ તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે.