ગાંધીનગરઃ ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસનો (coronavirus) હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે ગુજરાતમાં કોવિડ-19નું (covid-19) જોર વધતું જાય છે. આજે છેલ્લા 24 કલાકમાં 700થી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટે ચડ્યા હતા. રાજ્યમાં સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોંધાતા તંત્રમાં વધુ ચિંતા ફેલાઈ છે. 24 કલાકમાં નવા 725 કોરોના પોઝિટિવના કેસ (positive case) નોધાતા રાજ્યમાં કોરાના વાયરસનો કુલ આંકડો 36,000ને પાર કરીને 36,123એ પહોંચ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાએ વધુ 18 લોકોનો ભોગ લેતા મૃત્યું આંક 1945 થયો છે. આ સાથે સારી બાબત એ છે કે છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ કોરોના મૂક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આમ કુલ 25,902 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. (પ્રતિકાત્કમ તસવીર)
આ ઉપરાંત મહેસાણા, સુરેન્દ્રનગર, તાપીમાં 9-9, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાં 8-8, જામનગર, પંચમહાલમાં 6-6, અરવલ્લી, મોરબીમાં 5-5, ગીર-સોમનાથમાં 4, મહીસાગર, નવસારી, બોટાદમાં 3-3, કચ્છમાં 2, નર્મદા, અમરેલી, છોટાઉદેપુર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 8, સુરતમાં 6, જામનગર, ગાંધીનગર અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે. (પ્રતિકાત્કમ તસવીર)
સુરતમાંવધુ 264 લોકો આવ્યા ઝપેટમાં, કતારગામ-વરાછામાં corona બેકાબુઃ સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 264 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 218 જયારે ગ્રામીણ વિસ્તારમાં 46 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 6496 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણઆંક 249 પર પહોંચ્યો છે, તેવામાં આજે 142 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. (પ્રતિકાત્કમ તસવીર)
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટવાની સાથે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યાંઃ અમદાવાદ. શહેરમાં વધુ 11 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેરમાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ 99 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પશ્ચિમ ઝોનમાં 4, દક્ષિણ પશ્ચિમ ઝોન, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 2-2 અને મધ્ય ઝોનમાં 1 વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આમ હવે કુલ 110 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન થઈ ગયા છે. અમદાવાદમાં એકતરફ કેસ ઘટી રહ્યા છે પરંતુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધી રહ્યા છે. એક જ ફ્લેટ કે સોસાયટી 4 કે 5 કેસ થઈ જતાં જ તેને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવાય છે. (પ્રતિકાત્કમ તસવીર)