Home » photogallery » gandhinagar » CM રૂપાણીનો નવતર પ્રયોગ, ગણેશ ચતુર્થીનાં દિવસે 'પૌધામાં પરમાત્મા'ની કરી સ્થાપના

CM રૂપાણીનો નવતર પ્રયોગ, ગણેશ ચતુર્થીનાં દિવસે 'પૌધામાં પરમાત્મા'ની કરી સ્થાપના

CM રૂપાણીએ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ અપનાવીને લોકોને મોટો મેસેજ આપ્યો છે.

विज्ञापन

  • 14

    CM રૂપાણીનો નવતર પ્રયોગ, ગણેશ ચતુર્થીનાં દિવસે 'પૌધામાં પરમાત્મા'ની કરી સ્થાપના

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કોરોના મહામારીની આફત વચ્ચે વિધ્નહર્તા દેવની નાના મોટા સૌ હરિભક્તો  સ્થાપના કરતા હોય છે. ત્યારે રાજયના મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ ગણેશ ચતૃથી નિમિતે તેમના  સત્તાવાર નિવાસસ્થાને   પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે. ગણેશ ચતૃથીના આ ઉત્સવની સમગ્ર  ગુજરાતમાં  ઉમંગ ઉલ્લાસથી સૌ મનાવે છે. ખાસ કરીને વડોદરા,  સુરત,  વલસાડ  વગેરે સ્થળોએ ધામધુમપૂર્વક વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ મોટાપાયે ઉજવાય છે.

    MORE
    GALLERIES

  • 24

    CM રૂપાણીનો નવતર પ્રયોગ, ગણેશ ચતુર્થીનાં દિવસે 'પૌધામાં પરમાત્મા'ની કરી સ્થાપના

    આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાને  ગણેશ સ્થાપના કરી છે. તેમણે પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ અપનાવીને લોકોને મોટો મેસેજ આપ્યો છે. પૌધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા અપીલ કરી છે.

    MORE
    GALLERIES

  • 34

    CM રૂપાણીનો નવતર પ્રયોગ, ગણેશ ચતુર્થીનાં દિવસે 'પૌધામાં પરમાત્મા'ની કરી સ્થાપના

    જ્યારે બીજી તરફ ગાંધીનગરની સ્થાપના કાળથી ગાંધીનગરમાં ઉજવાતો ગણપતિ મહોત્સવ આજે 51માં વર્ષે કોરોનાની મહામારીને કારણે  સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવા માટે માત્ર જૂજ  લોકોની હાજરી વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરી ઉજવણી કરવાનું સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ ના અધ્યક્ષએ નક્કી કર્યું છે. આ સાદગીપૂર્ણ ગણેશ મહોત્સવની માહિતી આપતા સમિતિના અધ્યક્ષ નિશીત ભાઈએ જણાવ્યું હતું કે, જે લોકો આ સાર્વજનિક ગણેશ મહોતસવ સમિતિ સાથે જોડાયેલા છે. તેમને પણ પ્રસાદ અને ગણપતિ દાદાનો ફોટો ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 44

    CM રૂપાણીનો નવતર પ્રયોગ, ગણેશ ચતુર્થીનાં દિવસે 'પૌધામાં પરમાત્મા'ની કરી સ્થાપના

    તિલકજીએ આઝાદીની લડાઈ માટે શરૂ કરેલી પરંપરા આજે પણ આ પરિસ્થિતિમાં એટલી જ આવશ્યક છે. આ કોરોનાની મહામારીમાંથી લોકો બહાર આવી આનંદથી જીવન વિતાવી શકે. આ વર્ષે મનોરંજનના કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યા નથી, દાદા લોકોને આ વિષમ પરિસ્થિતિમાંથી બહાર લાવે તેવી પ્રાર્થના સમિતિના અધ્યક્ષ નિશીત વ્યાશે કરી હતી.

    MORE
    GALLERIES