Home » photogallery » gandhinagar » ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

Green City Gandhinagar: હરિયાળા પાટનગર ગાંધીનગરમાં વિકાસના કામો તેજ ગતિએ થઈ રહ્યા છે. આવામાં હવે ધારાસભ્યોના આલિશાન નિવાસસ્થાન બનાવવા માટે ઝાડ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અહીં અગાઉ જે સુવિધાઓ ધારાસભ્યોને નિવાસસ્થાન પર મળતી હતી તેના કરતા ભવ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

  • 18

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    ગીતા મહેતા, ગાંધીનગરઃ ગાંધીનગરમાં સેક્ટર-17માં નવા સદસ્ય નિવાસના બાંધવા માટે અંદાજિત રૂપિયા 247 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 28 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે.  આ જગ્યા 216 ફ્લેટ ટાઇપ આવાસ તૈયાર કરવામાં આવશે, જેમાં ઇન્ડોર ગેમ ઝોન, લેન્ડ સ્કેપ ઓડિટોરીયમ, કોમ્યુનિટી હોલ, ક્લબ હાઉસ, વોકીંગ ટ્રેક અને કેન્ટીન પણ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું કામ અહીં આવેલા ઝાડના કારણે અટવાયેલું હતું પરંતુ હવે ઝાડ કાપવાની મંજૂરી મળી જવાથી કામ ફરી એકવાર આગળ ધપાવવામાં આવશે. 

    MORE
    GALLERIES

  • 28

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    આ યોજનાનું કામ આગળ વધારવા માટે પ્રથમ તબક્કામાં સ્થળ પરથી જૂના મકાનો તોડવા માટે કામ હાથ ધરવામાં આવ્યુ હતુ, અને બીજી તરફ  તંત્ર દ્વારા વન વિભાગને વૃક્ષો દૂર કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી. હાલની સ્થિતિએ આ જગ્યાએ 199 જેટલા વૃક્ષો કાપવા માટે વનતંત્રને દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં નાના રોપાઓનો પણ સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 38

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    પરંતુ વૃક્ષો કાપવાના સંદર્ભે લાંબા સમયથી વનતંત્ર કક્ષાએથી દરખાસ્તને મંજુરી  ના મળવાથી ધારાસભ્યોના નવા આલિશાન કવાટર્સનુ કામ અટવાઈ પડ્યું હતુ. આ જગ્યા ઉગેલા અંદાજિત 199 જેટલા વૃક્ષો હોવાથી તેને કાપવા માટે વનતંત્રની મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. છેક સુધી મંજૂરી માટે પડતર રાખેલી દરખાસ્ત ને આખરે વનતંત્રએ મંજુરી આપી દેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 48

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    હાલ વૃક્ષોની કટોતી કરવામાં આવી રહી છે. જેમાં સેવન, લીમડો, ગરમાળો, જાંબુ, ગુંદા,  આસોપાલવ, બદામ, કણજી સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે. વૃક્ષો દૂર કરવાની મંજૂરી મળતા હવે હવે ટૂંક સમયમાં જ યોજનાનુ કામ ઝડપથી આગળ વધારવામાં આવશે. જયારે આ વૃક્ષોને કાપવા માટે વનતંત્રને અંદાજે રૂપિયા 5.99 લાખનું વળતર ચૂકવાયુ છે.

    MORE
    GALLERIES

  • 58

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    સેક્ટર-17માં બનનારા નવા MLA કવાટર્સની યોજનાને અનુલક્ષીને બેઝમેન્ટ પાર્કીંગ અને બગીચાનુ પણ નિર્માણ કરાશે. જેમાં ગ્રીન કન્સેપ્ટને વેગ આપવા માટે હરિયાળી લોન સાથે નવા રોપાઓની વાવણી કરાશે. નવા બ્લોક પાસે પાર્કીંગ સ્પેસ પણ ડિઝાઈન કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 68

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    ધારાસભ્યો માટે બનનારા નવા આવાસ કેવા હશે?: 28576 મીટર વિસ્તારમાં નવા આવાશ તૈયાર કરવામાં આવશે. જેના પર ગ્રાઉન્ડ ફ્લોર સહિત 9 માળના 12 બ્લોક બનાવવામાં આવશે, આમ એક જ સ્થળ પર કુલ 216 ફલેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં એક ફ્લેટમાં 204 ચોરસ મીટરની જગ્યા મળશે. આ વિશાળ આવાસમાં 3 બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, 3 અટેચ બાથરૂમ અને ટોઇલેટ, 1 કોમન બાથરૂમ અને ટોઇલેટ, 1 સરવન્ટ રૂમ હશે.

    MORE
    GALLERIES

  • 78

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    કેમ્પસમાં શું સુવિધાઓ હશે?: ધારાસભ્યોના નવા આવાસસ્થાન પર ગાર્ડન, મલ્ટિપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ સાથે ઘરમાં 3 સ્પ્લિટ એસી લગાવવમાં આવશે લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43-43 ઈંચના LED ટીવી, રેફ્રીજરેટર અને RO પ્લાન્ટ મૂકવામાં આવશે. બાથરૂમમાં ગરમ પાણી માટે ઈલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધા આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 88

    ગાંધીનગરમાં બાબુઓના આલિશાન નિવાસસ્થાન માટે સેક્ટર-17માં 199 ઝાડ કાપવાની મંજૂરી

    ગાંધીનગરના સેક્ટર-21માં હાલ ધારાસભ્યો માટેના નિવાસસ્થાન છે. સેક્ટર 21માં 1999માં 14 બ્લોકમાં 168 ફલેટ બનાવવામાં આવ્યા હતા.30 વર્ષની સમય મર્યાદા કોઈપણ બાંધકામની હોય છે. ઉપરાંત આગામી 2026માં ગુજરાતમાં નવું સીમાંકન અસ્તિત્વમાં આવનાર છે જેમાં ધારાસભ્યોની સંખ્યા વધશે આ બાબતને ધ્યાનમાં રાખીને સેકટર 17માં 216 આવાસોના નિર્માણની કામગીરી શરુ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES