

દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલને એક મોટી મૂંઝવણનો સામનો કરવો પડ્યો, જ્યારે તેમના દેશના રાષ્ટ્રપતિ જાપાનમાં ચાલી રહેલા જી-20 સમિટમાં જઈ રહ્યા હતા.


આમ તો, દક્ષિણ અમેરિકાનો આ દેશ નશીલા પદાર્થ માટે બદનામ તો છે. પરંતુ, બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિનો ચૂંટણીનો નારો જ આ મુદ્દે હતો.


આ પ્રમુખ ટેગ લાઈનને મુદ્દો બનાવી તે દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. પરંતુ, તેમની આ પહેલી મોટી બેઠક પહેલા જ મોટુ વિઘ્ન આવ્યું.


તેમના કાફલામાં તેમણે જ નિયુક્ત કરેલા એક અધિકારી 39 કિલો ડ્રગ્સ લઈને યાત્રાના ફિરાકમાં હતા. પરંતુ, સ્પેનની પોલીસે તેને ઝડપી પાડ્યો.


અસલમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિનું વિમાન સ્પેનના રસ્તે જાપાન જઈ રહ્યું હતું. સ્પેનમાં રાષ્ટ્રપતિના કાફલાને એક સ્ટોપઓવર કરવાનું હતું.


સ્પેનની સેવિલે પોલીસે આ મુદ્દે કહ્યું કે, આરોપીના હેન્ડ બેગથી ભારે માત્રામાં કોકીન મળી આવ્યું છે. તેને ટુંક સમયમાં જજની સામે રજૂ કરી દેવામાં આવશે.