1/ 7


તેલુગુ ફિલ્મ સ્ટાર અને પૂર્વ રાજ્યસભા સંસદ નંદમુરી હરિકૃષ્ણાનું બુધવારે સવારે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. નંદમુરી હરિકૃષ્ણા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સાળા છે.
2/ 7


નંદમુરી હરિકૃષ્ણ ટીડીપી સંસ્થાપક એનટી રામા રાવના પુત્ર છે. તેમણે હૈદરાબાદની કોમિનેની હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો.
3/ 7


નંદરમુરી હરિકૃષ્ણાના મોતથી તેલુગુ ફિલ્મ જગત અને આંધ્રપ્રદેશના રાજકીય દુનયામાં મોટું નુકસાન પહોંચ્યું છે.
4/ 7


પ્રાપ્ત માહિતી પ્રામાણે નાલગોંડા જિલ્લાના નારકેપલ્લી- અદાંકી હાઇવે ઉપર બુધવારે સવારે એક માર્ગ અકસ્માતમાં તેમનું મોત થયું છે.
6/ 7


નંદમુરી હરિકૃષ્ણાને હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલી કામિનેની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.