

કહેવાય છે કે ગર્ભાવસ્થા, દરમિયાન ફળ, શાકભાજી અને દહીંનું સેવન ડાઇટમાં જરૂર કરવું જોઈએ. પરંતુ ત્યાં આ તમામ વસ્તું અત્યંત ખરાબ છે. તે તમે ગર્ભાવસ્થા દરમિયાન શાકભાજી અને ફળો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. જેમ કે કેટલાક ફળ એવા છે કે સગર્ભા મહિલાઓએ તેમના આહારમાં સમાવેશ ન કરવો જોઇએ, કારણ કે તે બાળકો પર ખરાબ પ્રભાવ પડી શકે છે, જાણો અહીં, ગર્ભાવસ્થા દરમિયાન ક્યાં ફળ ખોરાકમાં સામેલ કરવા જોઇએ અને ક્યાં નહીં.


અનાનાસ - આ એક એવું ફળ છે જે સ્વાદિષ્ઠ હોવાની સાથે આરોગ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે. પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે તે ફાયદાકારક નથી. તેમાં પુષ્કળ બ્રોમેલન જોવા મળે છે જે ગર્ભાશયને નરમ થવાનું કારણ બની શકે છે. તેના વધારે સેવન સાથે, સગર્ભા મહિલાઓને ઝાડા અને પેટથી સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.


દ્રાક્ષ - આ એક એવું ફળ છે જે પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે. આ માતા અને બાળક બંને માટે ફાયદાકારક નથી. આમા રહેલા રેસ્વેરાટ્રોલ નામનો એક પદાર્થ હોર્મોનને અસંતુલિત કરે છે જે જોખમી સાબિત શકે છે.


પપૈયા- આમા લેટેક્સ નામનો એક પદાર્થ ગર્ભાશયની કોન્ટ્રેક્ટ કરે છે જે માતા અને બાળક બંને માટે જોખમી છે.


કારેલા- આમાં જોવા મળતા ક્વિનીન, સેપોનિક ગ્લાયકોસાઈડ્સ અને મોરોઇડિસિન ગર્ભાશય માટે ખૂબ જ જોખમી પદાર્થ છે. સગર્ભા મહિલાઓને કમળો, ઝાડા અને પેટમાં દુખાવો કરી શકે છે.