

દીપિકા ખુમાણ, અમદાવાદ: અમદાવાદમાં રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આજે નવકાર ઈન્સ્ટિટયુટ દ્રારા ફુડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએ સીએસ અને અકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે અને તેમનાં દ્રારા યોજાયેલાં ફુડ ફેસ્ટમાં તેમણે જ એકાઉન્ટિંગ માર્કેટિંગ અને બેલેન્સ શીટ બનાવી હતી. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે તે આશયથી યોજાયેલાં આ ફુડ ફેસ્ટમાં વિદ્યાર્થીઓ રિલેક્સ થયા હતા. આ ફેસ્ટની અનોખી વાત એ છે કે, વિદ્યાર્થીઓએ જાતે અનોખી વાનગીઓ બનાવી હતી. જેની કિંમત સામાન્ય રાખી હતી.


નવકાર ઈન્સિટયુટના ડિરેક્ટર ધવલ ગાંધીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ સીએ અને સીએસનો અભ્યાસ કરે ત્યારે માત્ર ચોપડિયું જ્ઞાન મેળવતા હોય છે, તેને બદલે ઈન્સ્ટિટયુટ દ્રારા વિદ્યાર્થીઓ માટે ખાસ ફુડ ફેસ્ટ રાખવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓને બેઝિક પ્રેક્ટિકલ નોલેજ મળે. વિદ્યાર્થીઓ પોતાના બિઝનેસનું એકાઉન્ટ કરે, ઓડિટ કરે, જીએસટી કરે અને જીએસટીને કેવી રીતે ભરવાનો તે અંગે પણ સમજે. જે CAના અભ્યાસ માટે બુક્સનો ઉપયોગ થાય છે, તેને પ્રેક્ટિકલ સમજાવવા માટેનો આ પ્રયત્ન છે.


ફુડ સ્ટોલની મુલાકાત માટે FREE ENTRY<br />નવકાર ઈન્સ્ટિટયુટના 500થી વધારે વિદ્યાર્થીઓએ 42 સ્ટોલમાં પાની પુરી, પિઝા, મેક્સિકન ભેળ, મોકટેલ, બાર્બેક્યુ, સેન્ડવીચ, ચોકલેટ ચીપ્સ, ટેડા મેડા ચાટ, પાવભાજી, મસાલા પાવ, ખીચુ, ઈટાલિયન બાઈટસ જેવી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી છે. આ વાનગીઓ માટે અલગ અલગ પ્રાઈઝ નકકી કરવામાં આવી છે. જેના વેચાણનું પણ નફા નુકશાનની પાકું સરવૈયું કાઢયા બાદ તેને કેવી રીતે ઓડિટ કરાવવું. તે પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. મહત્વની વાત એ છે કે, રિવરફ્રન્ટ સેન્ટર ખાતે યોજાયેલા આ ફુ઼ડ સ્ટોલમાં અમદાવાદીઓ માટે FREE ENTRY રાખવામાં આવી છે. જયાં માત્ર ફુડ ઓર્ડરના પૈસા તમારે આપવા પડશે.


14 ડિસેમ્બરના રોજ સવારના 8થી રાતના 8 વાગ્યા સુધીનો સમય<br />નવકાર ઈન્સ્ટિટયુટના ડિરેક્ટર ઉત્કર્ષ સ્વાદિયાના જણાવ્યાનુસાર આ ફુડ ઈવેન્ટ માટે તેઓ છેલ્લાં 6 મહિનાથી કાર્યરત હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. શનિવારના રોજ ઈવેન્ટનું આયોજન કરવાને કારણે મોટાભાગનાં તમામ વિદ્યાર્થીઓનાં માતા પિતા અને પરિવારજનો સાથે અમદાવાદીઓ ભાગ લીધો હતો.


ફુડ ફેસ્ટ અંગે જણાવતાં વિદ્યાર્થી પ્રીતિ બાલાનીએ જણાવ્યું કે, તેમણે પોતાના સ્ટોલમાં કુલ 4 વાનગીઓ બનાવી છે. જેમાં પોટેટો ફ્રેકી સૌથી વધુ લોકપ્રિય છે. પોટેટો ફ્રેન્કીની કિંમત પણ 30 રૂપિયા જ રાખતાં લોકોએ વધારે પસંદ કરી છે. આ અંગે વિદ્યાર્થી પંકિલ કોઠારીએ જણાવ્યું કે એકાઉન્ટનાં વિષય માટે ચોપડિયુ જ્ઞાન જ મહત્વનું નથી. પ્રેક્ટિકલ નોલેજ ક્યાય મળતું નથી. જે આજે તેમને ફુડ ફેસ્ટમાં મળ્યું છે.