

ઇ-કૉમર્સ કંપનીઓએ ઓફર્સ શરૂ કરી દીધી છે. આ કિસ્સામાં ફ્લિપકાર્ટે ફરીથી બીગ શોપિંગ ડેઝ સેલ શરૂ કર્યો છે. આ શોપિંગ સેલ 15 જુલાઈથી 18 જુલાઇ સુધી ચાલશે. સેલના પહેલા દિવસે ફ્લિપકાર્ટ પ્લસ યૂઝર્સ ડીલ્સને એક્સેસ કરવામાં સમર્થ હશે. તો બીજી તરફ 16 જુલાઇથી દરેકને સેલમાં ખરીદવાની તક મળશે.


વેચાણ માટે ફ્લિપકાર્ટે એસબીઆઇ બેંક સાથે ભાગીદારી કરી છે. આમાં એસબીઆઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર અનેક ઉત્પાદનો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો 15 જુલાઇના રોજ સવારે 8 વાગ્યાથી ઍક્સેસ મેળવશે.


વેચાણ દરમિયાન ટીવી અને એપ્લાયન્સીસ પર 75 ટકા સુધી ઓફર મળશે. ફેશન કેટેગરીમાં 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.


ફ્લિપકાર્ટ બીગ શોપિંગ ડેઝ સેલમાં ટીવી પર 65 ટકા સુધી ઓફ સાથે અન્ય ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. હોમ પ્રોડક્ટ 275 રૂપિયાથી શરૂ થશે. ફ્રીજની કિંમત 6790 રુપિયાથી શરૂ થશે અને વોશિંગ મશીન પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


બિગ શોપિંગ ડે સેલ હેઠળ ફોનના ડિલ્સની વાત કરીએ તો વેબસાઇટ અનુસાર રિયલમી ફોનની કિંમત 7,499 રુપિયાથી શરૂ થાય છે. તો નોકિયા 5.1 પ્લસને 9999 રૂપિયામાં ખરીદી શકો છો, પોકો એફ 1 ની શરુઆતી કિંમત 19,999 રુપિયા અને વીવો વી 9 પ્રો ને 15,990 રુપિયામાં ખરીદી શકો છો.


રેડમી નોટ 6 પ્રોની કિંમત 13999 રુપિયાથી શરૂ થઈ રહી છે, અસુસ જેનફોન લાઇટ એલ 14,999 રુપિયામાં ખરીદી શકાય છે, સઓનર 7,5999 રૂપિયામાં ઉપલબ્ધ છે. સેલમાં વીવો વી11 અને ઓપ્પો એફ 9 પ્રોને એક્સચેન્જ ઓફર પર 2000 રુપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત ટેબ્લેટ્સ પર પણ સારુ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યુ છે. લેનોવો અને અલ્કાટેલ ટેબ્લેટ્સ 6999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે, જ્યારે સેમસંગ ગેલેક્સી ટેબની કિંમત 12999 રુપિયાથી શરુ થાય છે.