

આઈપીએલ-12ની ફાઇનલ 12 મે ના રોજ MUMBAI INDIANS અને CHENNAI SUPER KINGS વચ્ચે હૈદરાબાદમાં રમાશે. બંને ટીમો આઈપીએલ ફાઇનલમાં પહોંચવાના મામલામાં બાકી ટીમો કરતા ઘણી આગળ છે. ફાઇનલમાં ચેમ્પિયન બનવાની વાત કરવામાં આવે તો રોહિત શર્માનો રેકોર્ડ બેસ્ટ છે. તે ચાર વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યો છે. જેમાં ત્રણ વખત ટીમે જીત મેળવી છે. (PC - IPL)


રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ દર વર્ષે શાનદાર પ્રદર્શન કરી રહી છે. 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બન્યા પછી 2019માં તે ફાઇનલમાં પહોંચી છે. ખેલાડી અને કેપ્ટન તરીકે રોહિત શર્માની સરખામણી વિરાટ કોહલી સાથે થાય છે. આવા સમયે અમે બતાવી રહ્યા છીએ રોહિતની એવી 5 ક્વોલિટી જે તેને વિરાટ કરતા વધારે સારો કેપ્ટન બનાવે છે. (PC - IPL)


કેપ્ટન કરીકે મેદાનમાં ગુસ્સો - વિરાટ પોતાના આક્રમક સ્વભાવ માટે ઘણો જાણીતો છે. મેદાન ઉપર તેની ભાવનાઓ ક્રિકેટ માટેનું ઝનૂન બતાવે છે. મેચના દરેક બોલ પર તે જે રીતે બધી તાકાત લગાવી દે છે તે બીજા ખેલાડીઓ માટે પણ પ્રેરણાદાયક હોય છે. જોકે ઘણી વખત તેનો આક્રમક સ્વભાવ ટીમ માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. બીજી તરફ રોહિત મેદાનમાં ભાગ્યે જ ગુસ્સે થાય છે. (PC - IPL)


ખેલાડીઓ ઉપર વિશ્વાસ - ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઘણો અલગ ખેલાડી જોવા મળે છે. તે બધા ખેલાડીઓ ઉપર વિશ્વાસ રાખે છે પણ આશ્ચર્યરુપથી જ્યારે તે બેંગલોરની ફ્રેન્ચાઇઝી માટે રમે છે તો તે આમ કરતો જોવા મળતો નથી. આજ સુધી તે સતત બે સિઝનમાં એક ટીમ સાથે રમ્યો નથી.દરેક વખત તેના ખેલાડી બદલાઈ જાય છે. તેનાથી વિરુદ્ધ રોહિતે મુંબઈની એક કોર ટીમ બનાવી છે. જેની ઉપર રોહિત વિશ્વાસ રાખે છે. (PC - IPL)


મેદાન ઉપર નિર્ણય - વિરાટ હંમેશા એક પેટર્નનું પાલન કરે છે. મુંબઈ સામે આવી જ સ્થિતિમાં તે મુંઝવણમાં હતો અને તેણે પોતાના બોલિંગ કોચ આશિષ નેહરાની સલાહ લીધી હતી. જેણે 19મી ઓવરમાં હાર્દિક પંડ્યા સામે સૈનીના સ્થાને પવન નેગીને બોલિંગ કરવાની સલાહ આપી હતી. જે પછી તે ઓવરમાં મુંબઈએ 22 રન બનાવ્યા હતા. (PC - IPL)


ઘરેલું ખેલાડીઓનો સ્માર્ટ ઉપયોગ - બેંગલોરની સરખામણીએ મુંબઈ ઘરેલું ખેલાડીઓનો સારી રીતે ઉપયોગ કરે છે. કોહલીની ટીમ મોટાભાગે મેચ જીતવા માટે મોટા ખેલાડીઓ ઉપર આધાર રાખે છે. ઘણી વખત અનકેપ્ડ ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે કોહલી તેમને તક આપતો નથી. આ સિઝનમાં રાહુલ ચાહર 12 મેચ રમ્યો છે. જ્યારે આરસીબીનો વોશિંગ્ટન સુંદર ફક્ત 2 મેચ જ રમ્યો છે. જેનાથી અંદાજ લગાવી શકાય કે કોહલી પોતાના ખેલાડીઓનો કેવી રીતે ઉપયોગ કરે છે. (PC - IPL)


વિપરિત પરિસ્થિતિઓમાં નિર્ણય - વિરાટની આરસીબી માટે કેપ્ટનશિપ સારી રહેતી નથી. કોહલીએ ધોની, ગેરી કર્સ્ટન અને કુંબલે જેવા શાનદાર ક્રિકેટરો સાથે કામ કર્યું છે પણ તેમની પાસેથી ઘણું શીખવાનું રહી ગયું છે. બીજી તરફ રોહિત ધોની, એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોન્ટિંગની ઘણી બાબતોને સમજ્યો છે, જેના કારણે તેને એક મોટો કેપ્ટન બનાવ્યો છે.કોહલીની આઈપીએલમાં જીતની ટકાવારી 45 છે. જ્યારે રોહિતની 60 ટકા છે. (PC - IPL)