

જો વજન ઓછુ કરવાનું લક્ષ્ય પુરૂ કરવું હોય તો, ઓછુ ખાવું જોઈએ અને કસરત કરવી જોઈએ. પૈસાનો મામલો પણ આવો જ છે. પૈસાના મામલામાં સચ્ચાઈ એ છે કે, ખર્ચ ઓછુ કરો અને બચત વધારે કરો. રિટાયરમેન્ટ અથવા અન્ય નાણાકીય લક્ષ્ય માટે તમે તેની શરૂઆત જેટલી ઝડપી કરશો, લક્ષ્યની નજીક આવવા સુધી તમે એટલા જ ધનવાન હશો. આજે અમે તમને કઈંક એવો જ સરળ નિયમ બચાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે જાતે જ ગણતરી કરી શકશો કે, તમારૂ રોકાણ કેટલા વર્ષમાં ડબલ કે ત્રણ ઘણુ થઈ શકે છે.


શું છે રુલ્સ 72 - તમારી બચત કે રોકાણના પૈસા ડબલ ક્યારે તશે, તેની ગણતરી કરવાનો આ એક સામાન્ય નિયમ છે. આ રૂલ્સ 72 છે. ફાયનાન્સમાં તેનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. રુલ્સ 72 દ્વારા તમે એ જાણી શકો છો કે, તમારૂ કરેલા રોકાણના પૈસા કેટલા સમયમાં બે ગણા થઈ જશે. તો જોઈએ તેનો ફોર્મ્યૂલા.


ઉદાહરણ - માની લો કે તમે ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)માં કોઈ સ્કિમમાં રોકાણ કર્યું છે અને તે રોકાણમાં વાર્ષીક 7 ટકા વ્યાજ મળે છે. એવામાં તમને રૂલ્સ 72 હેઠળ 72ને તમારા વ્યાજ એટલે કે 7થી ભાગી દો. 72/7 = 10.28 વર્ષ, એટલે કે આ સ્કીમમાં તમારા પૈસા 10.28 વર્ષમાં ડબલ થઈ જશે.


કેટલા વર્ષમાં ત્રણ ગણા થઈ જશે પૈસા - રૂલ્સ 114 - તમે રૂલ્સ 114 દ્વારા જાણી શકો છો કે, તમારા પૈસા કેટલા વર્ષમાં ત્રણ ગણા થશે. તેના માટે 114ને વ્યાજના દર સાથે ભાગવાના રહેશે.