

હમ આપકે હૈ કૌન, હમ સાથ-સાથ હૈ અને વિવાહ જેવી પારિવારિક ડ્રામા ફિલ્મોથી ચર્ચામાં આવેલા લોકપ્રિય પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું નિધન થયું છે. આ વાતની જાણકારી ફિલ્મ ક્રિટિક્સ અક્ષય રાઠીએ આપી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે રાજકુમાર બડજાત્યાનું નિધન થઇ ચુક્યુ છે. ટ્વીટ કરી લખ્યું કે હુ પોતે રાજકુમાર બડજાત્યાના નિધનના સમાચારથી આઘાતમાં છું રાજબાબૂ ખૂબ જ શાનદાર પ્રોડ્યુસર હતા.


અક્ષય રાઠી ઉપરાંત રાજકુમાર બડજાત્યાના પ્રોડક્શન હાઉસ રાજશ્રીએ પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. રાજશ્રીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતી વખતે લખ્યું: "સુઝર બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યા પિતા હવે નથી રહ્યા તેમણે રાજશ્રીની અનકે શાનદાર ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે. તેમાં 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ' અને 'વિવાહ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે. તેણે સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો પણ બનાવી હતી.


ઇંગ્લિશ વેબ સાઇટ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, રાજકુમાર બડજાત્યાનું નિધન મંગળવારે સવારે મુંબઇના એએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં થયુ હતુ.


રાજશ્રીએ અનેક બોલિવૂડની શાનદાર ફિલ્મો બનાવી છે. આ પ્રોડક્શન હાઉસ હવે સુરઝ બડજાત્યા દ્વારા સંચાલિત છે. તેની શરુઆત 1947માં તેમના પિતા તારાચંદ બડજાત્યાએ કરી હતી. રાજકુમાર બડજાત્યાએ અનેક બોલિવૂડ ફિલ્મોમાં સહ નિર્માતા તરીકે પણ કામ કર્યું છે