1/ 4


બોક્સ ઓફિસ પર માર્વેલ સ્ટૂડિયોની હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમએ ધમાલ મચાવી દીધી છે. બીજા અઠવાડિયા સુધી ભારતમાં આ ફિલ્મે 312.95 કરોડની કમાણી કરી છે. સાથે જ ફિલ્મે ભારતમાં સંજૂ, દંગલ, ટાઇગર ઝિંદા હૈ જેવી ફિલ્મ્સનો પહેલાં વીકનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
2/ 4


ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની ટ્વિટ પ્રમાણે, 26 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલાં અઠવાડિયે 260 કરોડની કમાણી કરી હતી અને બીજા અઠવાડિયે 52.25 કરોડનું કલેક્શન કર્યું છે.