

OnePlusએ તેમનો લેટેસ્ટ ફોન OnePlus 6 પર વિદ્યાર્થીઓ માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફરનું નામ બેક ટુ સ્કૂલ છે, જે જુલાઇ 23 થી શરૂ થશે અને જુલાઈ 30 સુધી ચાલશે. કંપનીનો ઉદ્દેશ એ છે કે આ ઓફર હેઠળ, સમગ્ર દેશમાં વધુ અને વધુ વિદ્યાર્થીઓ વનપ્લસ પ્રોડક્ટ્સ ખરીદી શકે. બેક ટુ સ્કૂલ ઓફરમાં વિદ્યાર્થીઓ 1,500 રૂપિયા ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શકે છે, જેના માટે તેમને એચડીએફસીના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરવી પડશે. એટલું જ નહીં, કંપનીએ અન્ય બીજી પણ ઓફર્સ રજૂ કરી છે, જાણો શું છે ઓફર ...


આ ઉપરાંત, એસેસરીઝ જેવી કે કવર પર 20% નું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલું જ નહીં, બેક ટુ સ્કૂલ હેઠળ Kindle પર વિદ્યાર્થીઓ માટે એક ખાસ ઓફર આપવામાં આવી છે. ગ્રાહકો એમેઝોન ઇન્ડિયા, વન-પ્લસ ભારતના ઓનલાઇન સ્ટોર્સ અને તમામ વિશિષ્ટ ઑફલાઇન સ્ટોર્સથી લાભ લઈ શકે છે.


ભારતમાં, વનપ્લસ 6 ની કિંમત રૂ. 34,999 થી શરૂ થાય છે. આ કિમતમાં 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વર્ઝન ઉપલબ્ધ છે. 8 જીબી રેમ / 128 જીબી સ્ટોરેજ વર્ઝનની કિંમત 39,999 રૂપિયા છે. ફોન માટે ત્રણ કલર છે. મીડનાઇટ બ્લેક (8 GB/128 જીબી વેરિયન્ટ્સ), મીરર બ્લેક (6 જીબી / 64 જીબી અને 8 જીબી / 128 જીબી) અને સિલ્ક વ્હાઇટ લિમિટેડ એડિશન (માત્ર 8GB/128 જીબી) ..


આ સ્માર્ટફોનમાં ડ્યૂઅલ કેમેરલ સેટલ છે. ડ્યુઅલ કેમેરા સેટઅપમાં 20 મેગાપિક્સલ અને 16 મેગાપિક્સલનો કેમેરા છે. તેમાં સોની IMX519 સેન્સર છે. વધુમાં, ત્યાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબેલાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબેલાઇઝેશન જેવા ફિચર છે.


OnePlus 6 કેમેરા અલ્ટ્રા સ્લો-મોશન ફિચર સાથે આવ્યો છે. 480 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડ પર વનપ્લેસ 6 એ એક માત્ર ફોન છે, જે 1 મિનિટ સુધી અલ્ટ્રા સ્લોમોશન વીડિયો શૂટિંગ કરવા સક્ષમ છે. OnePlusએ OnePlus 6 સાથે ગેમિંગ અનુભવમાં સુધારો કર્યો છે. સ્માર્ટફોનમાં વધુ સારુ નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું છે, જે એન્ડ્રોઇડ P જેવુ જ નવું ફિચર છે. વનપ્લેસ 6 માં 3,300 એમએએચની બેટરી ચાર્જ સપોર્ટ છે