

પાકિસ્તાન સામે સેન્ચ્યુરિયન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ડક (પેયર) પર આઉટ થનાર દક્ષિણ આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસિસે કેપટાઉનમાં સદી ફટકારી છે. તે આવી સિદ્ધિ કરનાર દુનિયાનો પ્રથમ સુકાની છે. જ્યારે આ મેચમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પાકિસ્તાનને 177 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 6 વિકેટે 382 રન બનાવી લીધા છે.


દક્ષિણ આફ્રિકાના સુકાનીએ ફાફ ડુ પ્સેસિસે 226 બોલમાં 13 ફોરની મદદથી 103 રનની ઇનિંગ્સ રમી હતી. આ તેની નવમી ટેસ્ટ સદી છે. આ સાથે જ પ્લેસિસે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે દુનિયાનો પ્રથમ સુકાની છે જે પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયો હતો અને બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી.


ફાફ ડુ પ્લેસિસ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ડક પર આઉટ થયા પછી બીજી ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રીજો દક્ષિણ આફ્રિકી ખેલાડી બન્યો છે. આ પહેલી જેકી મેક્ગલેવે 1955માં ઇંગ્લેન્ડ અને જેક કાલિસે 2012માં શ્રીલંકા સામે આવી સિદ્ધિ મેળવી હતી.