કોઈ નહીં કરી શકે સોશિયલ મીડિયા હેક! અપનાવો આ 5 સેફ્ટી Tips, સરકારે આપી સલાહ
પ્રાઈવેસી સેટિંગ્સ - વોટ્સઅપ પર બે સ્ટેબ વેરિફિકેશન કોડ અને ફેસબુક પર પ્રાઈવેસી સેટિંગ્સનો ઉપયોગ કરો. જો ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પ્રાઈવેટ જાણકારીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો તો....


પ્રાઈવેસી સેટિંગ્સ - વોટ્સઅપ પર બે સ્ટેબ વેરિફિકેશન કોડ અને ફેસબુક પર પ્રાઈવેસી સેટિંગ્સનો ઉપયોગ કરો. જો ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પ્રાઈવેટ જાણકારીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો તો, તુરંત સેટિંગ્સમાં જઈ તેના એક્સેસને ચેન્જ કરો.


પર્સનલ ડેટા જેમ કે એડ્રેસ, ફોન નંબર, આધાર નંબર, ફોટોને સોશિયલ મીડિયા પર શેર કરવાથી બચો. આ ડિટેલની મદદથી હેકર્સ તમને બ્લેકમેઈલ કરી શકે છે. સાથે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરવાથી બચો.


ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવામાં સાવધાની રાખો, સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ ન કરો. ઓનલાઈન ફ્રેન્ડ પર ભરોસો ના કરો, જ્યાં સુધી તમે તેને અસલી જિંદગીમાં ના ઓળખતા હોય. ત્યાં સુધી આવા ફ્રેન્ડ પર કોઈ પણ પ્રકારનો ભરોસો ન કરવો જોઈએ.


હેકર્સ ફેક આઈડીથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી શકે છે, સાઈબર અપરાધી હંમેશા પોતાના શિકારને ફસાવવા માટે નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવે છે. તેના દ્વારા પહેલા મિત્રતા કરવામાં આવે છે. પછી લોકોની ગોપનીય અથવા પ્રાઈવેટ જાણકારી મેળવી દુરઉપયોગ કરવામાં આવે છે.