

ફેસબુક (Facebook)એ ભારતમાં નવું ફિચર અવતાર રજૂ કર્યું છે. સોશિયલ મીડિયા (Social Media)ના દિગ્ગજ પહેલા જ તેને UK અને અન્ય દેશોમાં રજૂ કરી ચૂક્યા છે. અને હવે ભારતીય યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકે છે. યુઝર્સે તેમાં પોતાનું કસ્ટમ કાર્ટૂન વર્ઝન (Custom cartoon version) ક્રિએટ કરી શકે છે. અને તે દેખાવામાં એપલના મેમોજી સ્ટિકર જેવું જ છે (Apple Memoji sticker)


ફેસબુકના અવતારમાં અનેક રીતના કસ્ટમાઇજેશન છે. જેમાં અલગ અલગ હેરસ્ટાઇલ, ફેસ અને કપડા હાજર છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવે છે કે ફેસબુકને ભારતીય યુઝર્સ માટે ખાસ કરીને અલગ કપડા પણ કસ્ટમાઇઝ કર્યા છે.


તો જો તમે પણ ફેસબુકના કસ્ટમાઇઝ અવતારનો ઉપયોગ કરવા માંગો છો તે સરળ છે. વળી તમે આ કસ્ટમાઇઝ ફેસબુક અવતારનો ઉપયોગ પાછળથી યુઝર્સ કૉમેન્ટ, સ્ટોરીજ અને પ્રોફાઇલ ફોટોમાં કરી શકો છો. વળઈ મેસેન્જરમાં પણ તેનો યુઝ કરી શકો છો. એટલું જ નહીં તમે તેનાથી વોટ્સઅપ ચેટ પણ કરી શકો છો.


તો ચલો તમને જણાવીએ કે કેવી રીતે કોઇ પણ પોતાનો Facebook Avatar ક્રિએટ કરી શકે છે. આ સ્ટેપને શરૂ કરતા પહેલા ફેસબુક એપના લેટેસ્ટ વર્ઝનને અપટેડ કરો. સૌથી પહેલા ફોનમાં ફેસબુક ઓપન કરો. પછી રાઇટ સાઇડમાં ઉપર ત્રણ ડોટ લાઇન પર ટેપ કરો.


નીચે સ્ક્રોલ કરવા પર See More ઓપ્શન આવશે. જ્યાં તમને Avatarનો ઓપ્શન મળશે. તેના પર ટેપ કરો. હવે સ્ક્રિન ટોન સેલેક્ટ કરો Next પર જાવ.