અહીંથી 360 ડિગ્રી (Swimming Pool With 360 Degree Views)નો નજરો જોયા બાદ કોઇપણ તેની સુંદરતાથી મોહિત થઈ ઉઠશે. ઔરા સ્કાયપૂલ ઇન્ફિનિટી પૂલ (World’s Highest Infinity Swimming Pool) જેવી તરવાની જગ્યા દુનિયામાં બીજે ક્યાંય નથી. આ પૂલ અરેબિયન ગલ્ફ હોરાઇઝન પર બનેલું છે અને તે આ પ્રકારનું પહેલું સ્વિમિંગ ડેસ્ટીનેશન છે.
દરેક ટિકિટ સાથે સનબેડ અને બેસ્પોક વેલકમ પેક ઉપલબ્ધ છે. તેમાં પૂલના લાઉન્જ માટે પણ એક્સેસ આપવામાં આવે છે. આ સ્વિમિંગ પૂલ પામ ટાવરના 50મા માળે બનાવવામાં આવ્યો છે. પામ ટાવર નામની આ ગગનચુંબી બિલ્ડિંગ દુબઈના પામ જુમેરાહ આઈલેન્ડ પર બની છે, જ્યાં આ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. આ પૂલ 750 મીટર સ્ક્વેર લાઉન્જ સ્પેસમાં બનાવવામાં આવ્યો છે. જ્યાં મુલાકાતીઓ 360 ડિગ્રી વ્યૂનો આનંદ માણી શકે છે.