

26 જાન્યુઆરીના દિવસે સાઇબેરિયામાં વૈજ્ઞાનિકોને એક લાંબા વાળ વાળા ગેડાના (Woolly Rhino) 40 હજાર વર્ષ જૂના અવશેષ મળી આવ્યા છે. આ ગેડો 40 હજાર વર્ષથી સાઇબેરિયાના પર્માફ્રોસ્ટમાં દબાયેલો હતો. જ્યારે બરફ પીગળ્યો તો તે બહાર આવ્યો હતો. (ફોટો -ગેટી)


સાઇબેરિયાના યાકુતિયા (Yakutia) વિસ્તારમાં બરફ પીગળવાથી એક અજીબ જીવનું શરીર બહાર આવ્યું હતું. સ્થાનિક લોકો વૈજ્ઞાનિકોને આ વિશે જાણકારી આપી હતી. વૈજ્ઞાનિકો આવ્યા તો તેમણે ભૂરા રંગના લાંબા વાળ વાળા ગેડાને કિચડમાં દબાયેલો જોયો હતો. તેના શરીરના ઘણા ભાગમાં વાળ હજુ પણ સુરક્ષિત સ્થિતિમાં છે. (ફોટો - રોયટર્સ)


ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોનું માનવું છે કે લાંબા વાળ વાળા ગેડા પર કોઈ માઉન્ટેન લાયને હુમલો કર્યો હશે. તેનાથી બચવા માટે તે ભાગ્યો હશે અને કીચડમાં આવીને ફસાઈ ગયો હશે કે પછી નદીમાં વહીને અહીં સુધી આવી ગયો હશે. માઉન્ટેન લાયનની પ્રજાતિ હવે ખતમ થઈ ગઈ છે. (ફોટો - રોયટર્સ)


લાંબા વાળ વાળા ગેડાની પ્રજાતિ યૂરોપના આઈસ એજ પહેલા જીવિત હતી. યૂરોપિયન આઈસ એજ 14 હજાર વર્ષ પહેલાની ઘટના છે. લાંબા વાળ વાળા ગેડાની ઉંમરની ખબર પડી નથી પણ માનવામાં આવે છે કે તેની ઉંમર 25 હજાર વર્ષથી 40 હજાર વર્ષ હશે. (ફોટો - ગેટી)


આવા ગેડાની પ્રજાતિ ચીન અને દક્ષિણ કોરિયામાં પણ હતી. જોકે ક્લાઇમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિગના કારણે આ પ્રજાતિ ધીરે-ધીરે ખતમ થઈ ગઈ હતી. (ફોટો - ગેટી)


સાઇબેરિયામાં મળેલા ગેડાની લંબાઇ 8 ફૂટ છે. તેની ઉંચાઇ લગભગ સાડા ચાર ફૂટ છે. તેના શરીરને જોઈને લાગે છે કે જ્યારે તે મૃત્ય પામ્યો હશે ત્યારે ત્રણ કે ચાર વર્ષની ઉંમરનો રહ્યો હશે. આ ગેડાને સ્થાઇ રીતે દુનિયાના સૌથી ઠંડા વિસ્તાર યાકુતિયાના એબીસ્કી જિલ્લાના તિર્કિતયાખ નદીના પાસેથી બહાર કાઢવામાં આવ્યો છે. (ફોટો - રોયટર્સ)


લાંબા વાળ વાળા ગેડાના વાળ, ચામડી, દાંત, હાડકા અને શીંગડા બધુ સલામત છે. હવે વૈજ્ઞાનિકો તેના શરીરની તપાસ કરીને તેના મોતનું કારણ જાણશે. સાથે તે સમયની ડિટેલ બાયોલોજિકલ જાણકારીઓ મળશે. (ફોટો - રોયટર્સ)