આજના સમયમાં લોકો અન્ય કોઈને ત્યાં નોકરી કરવા કરતાં પોતાનો વ્યવસાય (Business Startup Ideas)શરૂ કરવાનું પસંદ કરે છે. તેની પાછળનું કારણ પણ એકદમ સ્પષ્ટ છે. જ્યારે તેનો પોતાનો ધંધો હોય છે, ત્યારે વ્યક્તિ ખુલ્લેઆમ તેના વિચારો અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરી શકે છે. જે સફળતા તરફ દોરી જાય છે. અગાઉના સમયમાં, ફક્ત થોડા જે જામી ગયેલા આઈડિયા છે તે જ સફળ થતા હતા. પરંતુ આજના સમયમાં નવા બિઝનેસ આઇડિયા પણ ઘણો નફો કરી રહ્યા છે.
બ્રિટનની એનાબેલે 10 વર્ષ પહેલાં લોકોના નખ સાફ કરી તેમાં આર્ટ કરવાનું શરૂ કર્યું હતું. એનાબેલે તેની માતાના રસોડામાં તેના મિત્રોને નેઇલ આર્ટ (Best Nail Art) કરતા કરતા પોતાનું ઘણુ નામ કમાવી લીધું. તેના ગ્રાહકો તેના કામથી એટલા પ્રભાવિત થયા કે ઘણા લોકો નેઇલ આર્ટ માટે તેની પાસે આવવા લાગ્યા. આ બિઝનેસે એટલી ગતિ પકડી કે આજે એનાબેલ કરોડોનો નેઇલ આર્ટ બિઝનેસ ચલાવી રહી છે. બ્યુટિશિયનએ આજે તેના સલૂનને તેની મમ્મીના રસોડામાંથી મોટા ગોડાઉનમાં ખસેડ્યું છે.
વાયરલ થયુ નેઇલ આર્ટ- 30 વર્ષીય એનાબેલની નેઇલ આર્ટ વાયરલ થતાં જ તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ હતી. તેના સાડા સાત લાખથી વધુ ફોલોઅર્સ ઓનલાઇન છે. એનાબેલે 10 વર્ષ પહેલા પોતાનું કામ શરૂ કર્યું હતું. તેણે તેની માતાના રસોડામાં ઘરે એક નાનકડું સેટ-અપ ગોઠવ્યું હતું જ્યાં તેણે તેના ગ્રાહકોની સેવા કરી હતી. તેમાં મોટાભાગે તેની માતાના મિત્રોનો સમાવેશ થતો હતો. ત્યાં કામ નક્કી થયા પછી, એનાબેલે સ્ટેફોર્ડશાયરમાં એક સલૂન ખોલ્યું, જ્યાં તેણે યુનિકોર્ન થીમ નેઇલઆર્ટ શરૂ કર્યું. તે પછી, એનાબેલે પાછળ વળીને જોયું નહીં. આજે, એનાબેલ નેઇલ આર્ટ માટે લાખો લે છે. તે સોશિયલ મીડિયા દ્વારા પણ પૈસા કમાય છે.
આટલા મોટા સલૂનની માલિક બની - એનાબેલ 55,000 ચોરસ ફૂટ મોટા ગોડાઉનમાં પોતાનું સલૂન ચલાવે છે. સલૂનની થીમ યુનિકોર્ન આધારિત પણ છે. એનાબેલની ગર્લીયેસ્ટ બિઝનેસ લોકોને ખૂબ પસંદ આવે છે. એનાબેલે ધંધો ચલાવવા માટે માત્ર બે દિવસની તાલીમ લીધી હતી. આમાં જ એનાબેલે નેઇલ આર્ટ ટેકનોલોજીને વ્યવસાયમાં રૂપાંતરિત કરવાની કળા શીખી હતી. 2018માં તેણે પોતાનું સલૂન ખોલ્યું હતું. જેની થીમ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેના પતિની મદદથી એક બાળકની માતા એનાબેલે આ વ્યવસાયને સારી રીતે ચલાવી રહી છે. તેણે વધુમાં કહ્યુ કે, આવા વધુ સલૂન ખોલવાની પણ તેની યોજનાઓ છે.