સુંદરતા (Beauty) અંગે દરેક વ્યક્તિના અલગ-અલગ વિચારો હોય છે. ઘણા લોકો પોતાને કુદરતી રીતે સુંદર(Natural Beauty) બનાવવામાં માને છે તો ઘણા લોકો અવનવી બ્યૂટી ટ્રીટમેન્ટ્સ (Beauty Treatments) અને પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાને નવું રૂપ આપવામાં માને છે. આજે ઘણા લોકોમાં પ્લાસ્ટીક સર્જરીનો ટ્રેન્ડ છે અને તમે અનેક કિસ્સાઓમાં સાંભળ્યું પણ હશે કે, ચહેરો સુંદર બનવાની જગ્યાએ પહેલા કરતા પણ વધુ ખરાબ બની જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં અમેરિકા(America)માં સામે આવ્યો છે. 21 વર્ષની એક છોકરીએ પોતાના ચહેરાને વધુ સુંદર બનાવવાના ચક્કરમાં અનેક ટ્રીટમેન્ટ (Experiments on Beauty) કરાવી અને પરીણામ સ્વરૂપે તેનો નવો ચહેરો પહેલાથી પણ વધુ ખરાબ બની ગયો છે.
કેન્ડિસ ક્લોસ(Candice Kloss) નામની એક અમેરિક મોડલ પર નવા ચહેરાનું ભૂત કંઇક એવું સવાર થયું કે, બે વર્ષમાં ચહેરાને વધુ સુંદર બનાવવાના ચક્કરમાં તમામ કોસ્મેટિક પ્રોસીજર કરી 10 લાખ રૂપિયા ખર્ચી (Woman Spent 10 Lakh on Fillers) દીધા હતા. બાદમાં જે પરીણામ મળ્યું તેનાથી તે બિલકુલ નાખુશ થઇ ગઇ અને હવે તે પોતાનો જો ચહેરો પાછો મેળવવા માંગે છે.
સુંદરતા પાછળ પાગલ બની બુદ્ધિશાળી મોડલ- ન્યૂયોર્કમાં રહેતી 21 વર્ષિય કેંડિસ ક્લોસની ઇચ્છા હતી કે તે કોઇ ઢીંગલી જેવી દેખાય. આપને જણાવી દઇએ કે સુંદરતા પાછળ પાગલ કેંડિસનું IQ 137 છે અને તે બુદ્ધિશાળીઓના ક્લબ તરીકે જાણીતા મેંસાની મેમ્બર પણ છે. આટલી બુદ્ધિશાળી હોવા છતા સુંદરતાના મોહમાં અંજાઇ જતા કેંડિસે છેલ્લા 2 વર્ષમાં તમામ ફિલર્સનો ઉપયોગ તેના ચહેરા પર કર્યો હતો. ચોંકાવનારી વાત તે છે કે પોતાની આ ઇચ્છાના મોહમાં તેણે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો. જે બાદ તેને મળેલો એક અલગ લુક તેને પહેલા પસંદ પણ આવ્યો. પરંતુ હવે તે પસ્તાવો કરી રહી છે.
હવે જોઇએ છે જૂનો ચહેરો પરત- ઇન્સ્ટાગ્રામ પર કેંડિસને 42,000 ફોલોવર્સ છે. હાલ આ મોડલ તેના નવા ફેસ લુકથી કંટાળી ચૂકી છે. કેંડિસનું કહેવું છેકે, તે હવે પહેલાની જેમ સામાન્ય દેખાવા લાગે છે. વર્ષ 2021માં તેણે હોઠ, ગાલ અને જોલાઇન પર ફિલર્સ લીધા હતા અને હવે તે ફિલર્સ તેની કુદરતી સુંદરતાને ખતમ કરી રહ્યા છે. કેંડિસને અહેસાસ થઇ ચૂક્યો છે કે, તેના ચહેરાને ઘણું નુકસાન થયું છે અને તે હવે વૃદ્ધ દેખાવા લાગશે. હવે કેંડિસ પોતાના ફિલર્સને ડિસોલ્વ કરીને તના જૂના લૂકને પરત મેળવવાના પ્રયાસો કરી રહી છે