આ વાતનો ખુલાસો મહિલાએ ટીકટોક દ્વારા કર્યો હતો અને પોતાનાં અનુભવ જણાવ્યાં હતાં. મહિલાએ વાસ્તિવક જીવનમાં આને તેનું સૌથી ખરાબ સપનું ગણાવ્યું. તેને માલૂમ ન હતું કે તે આઠ અઠવાડિયા એટલે કે બે મહિના સુધી એક મૃત શરીર સાથે ફક્ત ત્રણ ફિટની દૂરી પર સુતી હતી. રીગન બેલી નામની આ મહિલાએ ટીકટોક વીડિયોમાં જણાવ્યું કે, 'આ દુસ્વપ્ન ગત વર્ષે મે મહિનામાં આવ્યું. જ્યારે મહામારી વાસ્તવમાં જોર પર હતી. અને અમેરિકામાં અધિકાંશ લોકોને બે મહિના માટે ઘરની અંદર બંધ કરી દેવામાં આવ્યાં હતાં.'
રીગને કહ્યું કે, એક મરેલી માછલી જેવી ગંધ હતી. મને થતુ કે કોઇ પક્ષી માછલી પકડી છે. અને મારા ઘરની આસપાસ મુકી ગયુ છે. પછી મને થતું કે મારી પાડોશમાં જે રહેતા હતાં તેમનું કુતરું મરી ન ગયુ હોય. આ ચિંતા આ દુર્ગધથી હું પરેશાન થઇ હઇ તી. જ્યારે મારા ઘર માલિકે મને કહ્યું કે, તે પાડોશીનાં દરવાજો ખખડાવી તેમને પરેશાન ન કરી શકે.
જે બાદ પોલીસને આ વાતની જાણ કરવામાં આવી અને તેમણે ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો દરવાજો ન ખુલતા માસ્ટર કીથી દરવાજો ખોલ્યો તો અંદર એક વ્યક્તિનું શરીર કંકાલ બની ગયુ હતું. તેમાંથી ભારે દુર્ગંધ આવતી હતી. તેની હાલત જોઇને પોલીસ પણ ડરી ગઇ હતી. મહિલા જે બેડરૂમમાં સુતી હતી તેનાથી ત્રણ ફિટની દૂરી પર જ આ રૂમ હતો. તપાસમાં માલુમ થયુ કે, બે મહિના પહેલાં જ આ વ્યક્તિનું મોત થઇ ગયુ છે અને તેની લાશ સંપૂર્ણ પણે સડી ગઇ હતી.